________________
શ્રી હીરવિજયસૂરિરાસ
વાતો સાંભળી યોગી થવા ને સંસાર ત્યજવા મન થાય છે. તો મને અનુમતિ આપો. પત્ની કહે છે, “દ્રવ્યનું મારે કામ નથી. એને કૂવામાં નાખો. પુત્રી હજુ કુંવારી છે. તેને પરણાવીને પછી તમે જાઓ.” સંઘજી કહે છે, “તું હંમેશાં વિનયવતી જ રહી છે. તો મને આમ સામે ઉત્તર કેમ આપે છે ? પણ મારું મન ચલાયમાન થશે નહીં.” ત્યારે સ્ત્રી બોલી, “તમને સુખ થાય તેમ જ કરો. એ રીતે જ મારા સ્વામી કરે-હરે.” ત્યારે સંઘજીએ દીક્ષા લીધી. ધન ખર્ચી મહોત્સવ કર્યો. મોટો સંઘ ભેગો મળ્યો. દીક્ષાનો વરઘોડો ચડ્યો. પુરુષોનો તો પાર નથી. બધા માણસો આશ્ચર્ય પામે છે કે સંઘજી શાહ દીક્ષા લે છે. બધા આ અવસર જોવા દોડે છે, વાજતેગાજતે વનમાં જાય છે. . વરઘોડો દીક્ષા માટે દોલતખાનાની વાડીએ ખીર વૃક્ષ નીચે આવે છે. સંઘજી શાહ દીક્ષા માટે સજ્જ બને છે. વસ્ત્રાભૂષણો ત્યજી દીધાં. લોકોની આંખોએ આંસુની ધાર ચાલી. ખૂપ, તિલક, અંગરખું ત્યજી દીધાં. બધી સ્ત્રીઓ ગળગળી થઈ. માથાના વાળ જ્યારે ઉતાર્યા ત્યારે ખુદ વિજયસેનસૂરિ રડી પડ્યા. અન્ય સહુ સાધુઓની આંખો પણ ભરાઈ આવી. આ જોઈ સોની તેજપાળ રડી ઊઠે છે ને સોની ટોકર દુઃખી થાય છે. પાસે ઊભેલી પત્ની તથા નાની પુત્રી રડી પડી. પણ સુકુમાર નર (સંઘજી) ઊંચું જોતા નથી. રખેને બાળકને જોઈ મોહ જાગી ઊઠે, હીરને હાથે સંયમ લીધો. પાછળ સાધુઓનો પિરવાર છે. ઇંદ્ર સરીખો ભોગી ઘર ત્યજી નીકળ્યો. ભોગવિલાસ ઉપલબ્ધ હોય એને છોડી દેનારા નક્કી દુર્લભ હોય છે.
૧૯૧
જગતમાં દાતા દુર્લભ છે, લડવૈયા શૂરવીરો પણ દુર્લભ છે. ક્ષમાવાન લાખોમાં એક છે. અને વિવેકવાળા પણ થોડાક જ હોય છે. શીલવંત તો કોઈ શોધ્યા જ મળે. જગતમાં પંડિત પણ દુર્લભ છે. વળી ધનવંત ને વક્તા પણ કોક જ હોય છે. શ્રોતા ઓછા હોય છે, ગુણને જાણનારા પણ થોડા છે. છતી ઋદ્ધિને છોડનારા પણ વિરલ જ છે. સુખસાહ્યબીને છોડનારો એક સંઘજી જોયો. આ જોઈ સાત જણાએ બોધ પામી હીરનો હાથ માથે મુકાવ્યો. સંઘવિજય દીક્ષાનામ અપાયું. આત્માનું કામ એમણે કર્યું. કવિ ઋષભ એમના ગુણ ગાય છે.
(ઢાળ ૭૧
૧૬૬૦
૧૬૬૧
લંકામાં આવ્યા શ્રી રામરે. એ દેશી) હીરની સાકર સરિખી વાણી રે, સુધર્માસ્વામી તણી ઇંધાણી રે; બહુ બુઝ્યા જંબુ ગુણખાણી રે, પુંઠિ આઠે નારી તાણી રે. જંબૂસ્વામિની વાણી વારૂ રે, હુઓ પંચર્સે ચોરનો તારૂ રે; માયબાપ નિ સસરોસાસુ રે, તેણે છંડ્યા ભોગવિલાસૂ રે. જગ વચન ભલું માહાવીર રે, જાણે ખીર સમુદ્રનું નીર રે; સુણી બુઝ્યો મેઘજી ધીર રે, જેણે મુંકી સાર સરીર રે. મીઠી હીરવિજયની વાણી રે, બુઝ્યો સંઘજી સાહ ભવ્ય અતિ ભોગી વસ્ત્ર સુસાર રે, રૂપે કામ તણો અવતાર રે. પા. ૧૬૬૦.૧ ઇંદ્રાણી
-
૧૬૬૨
પ્રાણી રે; ૧૬૬૩