________________
૧૯૪
શ્રાવક કવિ ઋષભદાસકૃત
૧૪મા તીર્થંકર અનંતનાથ કે જે ચૌદ રત્નના દાતા છે તેમની સ્થાપના અતિ ઉલ્લાસથી કરી. પ્રતિષ્ઠામાં પચીસ હજાર રૂપિયા ખચ્ય લોકોને વસ્ત્રાભૂષણ, ધન આપ્યાં, ચાર સાહમિવચ્છલ કર્યો. રૂપમાં ઇદ્ર હારે એવા સોમવિજયને પદવી આપવામાં આવી. એમની કહેણી રહેણી સાચી છે ને વાણીરસથી જે અનેકને તારે છે. સોની તેજપાલે ચિત્રમાં ચીતર્યું હોય તેવું ઇદ્રભવન જેવું દહેરું કરાવ્યું. તેમાં ત્રેવીસમા તીર્થંકર વિજયચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુ પધરાવ્યા. તેણે ખૂબ મોટી ઋષભદેવની મૂર્તિ ભરાવી. ભોંયરામાં જઈને એનાં દર્શન કરતાં સમકિત નિર્મળ થાય. રૂપાનાં, સોનાનાં અને મણિનાં એણે અનેક બિંબ ભરાવ્યાં. એના આ ઉમદા કાર્યથી એણે ઓશવંશને ઉજ્વળ કર્યો. એક લાખ ત્યાહારી ખર્ચીને એણે શત્રુંજય ગિરિનો ઉદ્ધાર કરાવ્યો. આની અનુમોદના કરીને સ્ત્રીપુરુષો સમ્યકત્વને પામે. આબુ ગઢનો એણે સંઘ કાઢ્યો અને ઠેરઠેર લહાણી કરી. આબુગઢ અચલેશ્વર આવી ઋષભના પાય પૂજ્યા. એણે સાતેય ક્ષેત્રમાં ધન વાપર્યું અને રૂપાનાણાનું લહાણું કર્યું. હીરગુરુના આ શ્રાવક એ જાણે મુકુટ પરનું ઘરેણું. સોની તેજપાલ જેવા કોઈ પોષધધારી નથી. તે પોષધમાં વિસ્થા કરે નહીં, થાંભલે અડકી બેસે નહીં, હાથમાં પોથી રાખી વાંચે. હીરગુરુના સોભાગી શ્રાવકો એકએકથી ચડિયાતા હતા. હીરગુરુ ખંભાતમાં ચાતુર્માસ રહી સર્વ જીવોના તારક બન્યા. ખંભાતમાં એક હબીબલો ખોજો હતો. તે ગાડવા જેવો જાડો હતો. એક મણ ખોરાક ખાતો. અને પાડા જેવો તે ઠંડિલે જતો. એક વાર તેણે ધનનું બહાનું કાઢી હીરગુરુની અવજ્ઞા કરી. તેમાં એક મિથ્યાત્વી મહીઓ એના ભેગો ભળ્યો. તેણે હીરગુરુને ગામ બહાર કાઢ્યા. ચોર્યાસી ગચ્છના સાધુઓ ભેગા થયા ને વગર કાર્યો ગામ બહાર નીકળી ગયા. અને હીરગુરુને પગે લાગ્યા. બીજા માણસો પણ પાછળથી ચાલતા નીકળ્યા. ધનવિજય નામના એક ધીરજના ધોરી એવા સાધુ અકબરશાહ પાસે ગયા. તેમણે શાંતિચંદ્ર ઉપાધ્યાયને મળીને બધી વાત કરી. તેમણે અકબરશાહને આ અંગે અરજ કરતાં તે ખિજાયો. અને પેલાને જૂતાં મારીને બાંધીને અહીં લાવવાનો હુકમ કર્યો. તે વખતે હબીબલાનો હીરાણંદ નામે ગુમાસ્તો હતો તેણે કાકલૂદી કરીને એના ગુના માફ કરવા વિનંતી કરી.
(દુહા)
અષભ કહે ગુરુ હરજી, નામિ જયજયકાર;
પિસ્તાલિ પાટણી રહ્યા, કીધો પછે વિહાર.૧૬૯૪ (ઢાલ ૭૨ - મગધ દેસકો રાજા રાજેસ્વર એ દેશી. રાગ સારંગ). પાટણથી પાંગર્યો હીરો, આવે ત્રંબાવતી મહિ;
સોની તેજપાલ પ્રતિષ્ઠા કરાવે, હરખે બહુ મન માંહિ હો.. હરજી આવે ત્રંબાવતી માંહિ. આંચલી.
૧૬૯૫
ટિ. ૧૬૯૪.૨ પિસ્તાલિ = સં.૧૬૪૫માં