________________
૧૮૨
શ્રાવક કવિ ઋષભદાસકૃત
છે કે બધા પુરુષોએ વિનંતી કરી કે આજે તો રાજિયાનો તહેવાર છે, તમે અમને મારશો નહીં. આ સાંભળી ખોજગી ખુશ થયો. બધા ચોરોને છોડી દીધા. અને કહ્યું કે રાજિયો તો મારો મોટો મિત્ર છે અને મારો જીવનદાતા છે.
(ઢાળ ૬૭ - તુંગીઆ ગિરિશિખર. એ દેશી) અનેક ગુણ રાજીઆ કેરા, કહેતાં ન પામું પાર રે;
ખોજગી એક ચેઉલ કેરો, બંધ પડ્યો તેણી વાર રે. અનેક. ૧૫૭૮ લોક ઘણા પણ બંધ પડીઆ, મુંકે નહિ જ ફિરંગી રે;
લઈ ગયા તે ગોવા માંહિ, પડ્યાં દુર્બલ અંગ રે. અનેક. ૧૫૭૯ વીજજલનિ પાસે પોહોતો, રાજીઓ નરસી રે;
સકલ બંધ ખલાસ કીધા, કો ન લોપે લીહ રે. અનેક. ૧૫૮૦ લખ્યા એક લ્યાહારી દંડ કીધો, ખોજગીનો સોય રે;
મળે પાસ કાંઈ નહિ, જમાન કો નહિ હોય રે. અનેક. ૧૫૮૧ પારિખનું તેણે નામ લીધું, મુકાવેતો એહ રે;
વિજરેજલ તવ વેગિ છોડે, તેડે ખોજગી સોય રે. અનેક. ૧૫૮૨ વખારે લેઈ વેગે આવ્યા, કરવા લાગો મરણ રે;
સહુ કહે એહમાં કશું લેસ્યો, એ તો નાંખે ચરણ રે. અનેક. ૧૫૮૩ કહે ભગવંત તે ભલું કરસ્ય, ધરમેં વિઘન પળાય રે;
ખોજગી તબ થયો સાજો, ચેઉલ બંદરે જાય રે. અનેક. ૧૫૮૪ લાખ લ્યાહારી તેણે દીધી, પારેખના ગુણ ગાય રે;
તેલાધરનો દિવસ હુંતો, હણે ચોર તિણે ઠાય રે. અનેક. ૧૫૮૫ બાવીસ પુરુષને પાયે બેડી, બાંધ્યા લાકડી પાય રે;
સમશેર કાઢી કરી ઊંચી, જામ મૂકે થાય છે. અનેક. ૧૫૮૬ મિલી પુરુષ અરદાસ કરતા, તું ખોજગી નર સાર રે;
ચોર ન હણીએ આજ મોટો, રાજીઆનો તહેવાર રે. અનેક. ૧૫૮૭ સુણી હરખ્યો નગર ખોજો, છોડ્યા ચોર સબ જાર રે; રાજીઆ મેરા મિત્ર મોટા, જીવકા દાતાર રે. અનેક. ૧૫૮૮
મુનિવરોમાં હીરગુરુ અને અસુરોમાં અકબર તેમજ વણિક વંશમાં રાજિયો શ્રેષ્ઠ છે. એમનાં દયાદાનનો પાર નથી. રાજિયાના પુણ્યનો પાર નથી. ઘોઘલમાં કોઈ જીવને હણતું નથી. સમગ્ર ગૂર્જર દેશમાં કોઈ પાતક થાય તો રાજિયો દવારૂપ – જાગ્રતા હતો. તે જિનશાસનનો ચંદ્ર હતો. એક મોટું વહાણ ગોવામાં આવે છે ત્યારે રાજિયો ઘણા માણસોને મારી નંખાતા બચાવે છે ને ધન પાછું અપાવે છે. સંવત ૧૬૬૧માં
જ્યારે ભયંકર દુકાળ પડ્યો ત્યારે ચાર હજાર મણ અનાજ આપીને વણિકવંશને ઉગારી લીધો. રોકડા રૂપિયા આપ્યા ને ઘણું ગુપ્તદાન કર્યું. વજિયાના માણસો બધે ફરીને