________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૭૧
ગૃત નવિ લીધું અકબર તણું, ધન ખરચ્યું પોતે આપણું;
બહુ આડંબરિ સંયમ લેહ, વડોદરામાંહિ જેસંગ દેહ. ૧૪૭૮ વિજયરાજ ચેલો જે અતી, કવિવરાવે પાતશાહી યતી;
બીજો જીવવિજય જગમાંહિ, યતી પાતશાહી કહીએ ત્યાંહિ. ૧૪૭૯
આમ પાદશાહી ઋષિ અને હીરના શિષ્યનો દીક્ષા મહોત્સવ કરાવીને હીરે ત્યાંથી વિહાર કર્યો. ફત્તેહપુરથી નીકળીને ગુરુ અભિરામાબાદ રહ્યા. ત્યાં સંવત ૧૬૪૨નું ચોમાસું કર્યું. ત્યાં સારિંગ સવદાસ નામનો ભોજક હતો અને ક્ષેત્રપાલ તેની આશા પૂરી કરતો. એક વાર તે ઉપાશ્રયમાં આવીને ધૂણ્યો. ત્યારે ત્યાં ખેતલ વીર આવ્યો. તેને હીરવિજયનું આયુષ્ય પૂછ્યું તો કહ્યું “દશ વર્ષ. અકબરશાહનું આયુષ્ય પૂછ્યું. કહે “વીસ વર્ષ.” સાંભળી હીરવિજય આદિ હરખ પામ્યા કે જિનશાસનની લાજ રહેશે. એ જ વર્ષમાં પાટણમાં વિજયસેનસૂરિ હતા તેમને ખરતરગચ્છવાળા સાથે વાદ થયો. તોફાન પણ થયું. હીર આ જાણી અભિરામાબાદથી ફત્તેહપુર આવ્યા.
મસ્તક મુંડાવ્યાની – દીક્ષા અપાયાની વાતો સાંભળી હીરને ઘણી ચિંતા થઈ. જૈન શાસનની લાજ જવા બેઠી. સઘળો સંઘ ભેગો મળ્યો અને અમીપાલ દોશીને બાદશાહ પાસે મોકલવા તૈયાર કર્યો. બાદશાહ ત્યારે નિલાવ નદીને કાંઠે હતો. અમીપાલ ત્યાં ગયો. શાંતિચંદ્ર ઉપાધ્યાય ત્યાં હતા. શિર નમાવીને બધી વાત કરી. પછી ભાનુચંદ્ર ઉપાધ્યાયને ત્યાં બોલાવ્યા. તેમને બધી વાત કરી અને શેખને પણ. પછી અમીપાલ અકબર પાસે ગયો ને શ્રીફળ મૂકી એમની સામે ઊભો. કહે, “હીરે દુઆ આપી છે. અકબર પૂછે છે કે “શું જગદ્ગુરુ હીર કુશલ છે ને ?' અબુલફઝલ શેખે કહ્યું “એમણે અમને પત્ર લખ્યો છે. હીરના શિષ્યો ગુજરાતમાં છે. તેમને ઘણી તકલીફ પડી રહી છે.” ત્યારે અકબર કહે, પત્ર લખો કે એમને જે હેરાન કરતું હોય તેને મારજો.” આવું ફરમાન લખી મોકલે છે તે લઈ અમદાવાદ તરફ ગયો. ફરમાન ઉપાશ્રયે આવ્યું. જેમાં મિર્જાખાનને ભલામણ લખી હતી. બધાએ શાહ વીપુને કહ્યું કે
આ ભલામણ લઈ ખાનને મળો. વીપુ કહે “બધા રાય ભાગાથી ખૂબ ડરે છે. રાયનો વિઠલ મહેતો ક્ષણમાં કોઈને પણ દંડાવે તેવો છે. અત્યારે એવો કોઈ નથી જે ખાનની પાસે જાય.” ત્યારે જીવા અને શામળ નાગોરી સિંહની જેમ બોલ્યા, “અમે ખાનને મળીશું. પહેલાં જેમના મસ્તક મુંડાવ્યાં છે તેમને બોલાવો.” પછી જેમનાં મસ્તક મુંડાવ્યા હતાં તે વાણિયાઓને ખંભાતથી બોલાવ્યા. ને તેમને જીવા-શામળ સાથે ખાન પાસે મોકલાયા. ખાનના હાથમાં પત્ર આપ્યો. તે વાંચીને ખાન બાદશાહનો પત્ર માથે ચડાવે છે ને પૂછે છે “શું કામ છે ?” જીવા-શામળ બન્નેએ કહ્યું, “કલ્યાણરાય અમારો ધર્મ ખૂએ છે.” ખાન ગુસ્સે થયો ને એને પકડી લાવવા હુકમ કર્યો. વિઠ્ઠલને પકડી લાવ્યા. એને બાંધીને ગામમાં ફેરવ્યો. ને ત્રણ દરવાજા આગળ શિક્ષા કરી. ૨૦૦ અસવારને ખંભાત મોકલ્યા. કલ્યાણરાય નાસી ગયો ને હાથ ન આવ્યો. પછી ડરનો માર્યો જાતે જ ખાનને મળ્યો. તેને ખૂબ દ્રવ્યહાનિ થઈ. ખાન ઠપકો આપે છે કે “ધર્મમાં આવું ધંધ કરે છે ?' આમ કલ્યાણરાયની ફજેતી કરી સાધુને પગે લગાડ્યો. આ બધો હીરગુરુનો મહિમા છે. જિનશાસનનો જયજયકાર થયો. બાર હજાર રૂપિયાનું ખતપત્ર