________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૫૯
બીરબલ બોલ્યો તિહાં ધીર, હુકમ હોઈ તો પૂછું હીર;
કહે અકબર પૂછે ક્યું નહિ, બીરબલ મુખ બોલ્યો તહિ. ૧૩૬૨ શંકર સગુણ નિગુણ કહો સોય, હીર કહે તે સગુણો હોય;
બીરબલ બોલ્યો તેણી વાર, શંકર નિગુણો સહી નિરધાર. ૧૩૬૩ હીર કહે તુહ્મ સુણો નરીશ, જ્ઞાની કે અજ્ઞાની ઈશ;
બીરબલ કહે જ્ઞાની ખરો, હર કહે બુધ હીઅડે ધરો. ૧૩૬૪ જ્ઞાન તે ગુણ અવગુણ કહો રાય, બોલી ન શકે તેણે ઠાય;
બીરબલ બંધાણો જર્સે, અકબર ઘણું પ્રશંસે તમેં. ૧૩૬૫ એહ બડે દેવતા સહી, ઈનકી બાત ન જાએ કહી;
સબ જૂઠે એક સાચા હીર, બોલે અકબર ગાજી મીર. ૧૩૬૬
બાદશાહ કહે છે બધા ખોટા છે. જોગી નામ ધરાવે ને મોટા મંદિરમાં મહાલે. કેટલાક સૂફી, શેખ અને કથાધારીઓને પૈસા રાખતા અને બન્ને સ્ત્રીઓ રાખતા જોયા છે. કેડે લંગોટી લગાવી જોષ જોતા અને યજ્ઞયાગની વાત કરનારા કેટલાક હોય છે. તેમને માટે નરક નિશ્ચિત છે. કેટલાક મુસલમાન મહેર – કૃપા રાખવાની વાત કરી જીવને મારી ખાતા હોય છે. તેઓ પોકાર કરે તો પણ ખુદા તેમને મળશે નહીં. કેટલાક મંત્ર, તંત્ર, યંત્ર કરનારા ને દંડધારી દરવેશો કેવળ ફંદા કરનારા હોય છે. તાપસ અને તાપસી માંગીને ખાય, પણ તેઓ ભોગવિલાસ કરે, એ ખરાં વૈરાગી નથી. કેટલાક બૌદ્ધ-વૈષ્ણવ સંન્યાસી મઠમાં રહે પણ સ્ત્રીથી પોતાને દૂર રાખી શકે નહીં. કેટલાક ગોદડિયા સાધુ, ગિરિઓ, પુરીઓ, અને નાગા બાવા હોય છે જે ક્રોધ ખૂબ કરે પણ જ્ઞાન કશું હોય નહીં, તે અનેક ધંધામાં લાગેલા હોય છે. ભસ્મ લગાવી લોકોને ભય પમાડે, હક્ક કરે, જે માગે એ આપવામાં ન આવે તો કૂદકા મારે. અઘોરીની જેમ જંગલમાં ફરે ને અભક્ષ્ય ખાય. અકબર કહે છે – આવા બધા સાધુઓ મને ગમતા નથી.
(ઢાળ ૬૦ - દેશી મન ભમરાની) બોલે અકબર પાતશા, સબ ખોટે બે; • જોગી નામ ધરાય, મંદિર મોટે છે. ૧૩૬૭ સોફી શેખ દેખે બહુ, કંથાધારી બે;
રાખે દમડા પાસ, દોદો નારી છે. ૧૩૬૮ કડી કાપડી ભારતી, જાણ જોસી બે;
કરે જગનકી બાત, દોજખ હોસી બે. ૧૩૬૯ નામ મુસલમાન મહિરવાં, જીવ ખાતે બે;
કરે જગનકી બાત, ખુદા નહું પાવે છે. ૧૩૭૦ પા. ૧૯૬૯.૧ નારિથી (“ભારતીને બદલે) ૧૩૬૯.૨ જગતકી ૧૩૭૦.૧ મહિવાન જનાવર