________________
૧૬૮
શ્રાવક કવિ ઋષભદાસકૃત
છે. સંસાર છોડ્યા વિના તે વાત કેમ થાય ? ગૃહસ્થીમાં ડગલે પગલે પાપ છે. અને સર્વ જીવોને સંતાપ થાય છે.” ત્યારે દિલ્હીપતિએ કહ્યું, “તમારા પુત્રને સાધુ ન કરો. એણે હજી સંસારનો સ્વાદ પણ લીધો નથી.” ત્યારે જેઠા શાહે કહ્યું, “હું એને અહીં મૂકી જાઉં છું. જો એ પરણવા માગતો હોય તો આજે જ પરણાવું. પછી હું સંયમ લઉં.” બાદશાહ રાજી થયો. વિજયરાજને તેડાવ્યો. અકબર એને કહે છે, “તું સાધુ શા માટે થાય છે ? તું હજી નાનો છે, રૂપાળો છે, દુનિયાદારી, ધનસંપત્તિ ભોગવ, સારું ખા-પી, સારાં કપડાં પહેર, સુખ મૂકી જોગી થવાની શી જરૂર ? હાથી-ઘોડા-પાલખી ભોગવ, બાળપણમાં દુઃખી ન થા, સાધુનો માર્ગ કઠણ છે, ઉઘાડે પગે ચાલવાનું, કેશલોચ કરવાનો, જમીન પર સૂવાનું, ટાઢ, તડકો, વર્ષાઋતુ વેઠવાનાં, દેશવિદેશ ફરવાનું – એ કરતાં અહીં રહીને ધર્મ કર.”
ત્યારે વિજયરાજ બોલ્યો, “મારાં માતાપિતા જે કરે એ જ હું કરીશ. ગૃહસ્થમાર્ગ ઘણો વિકટ છે. માલિકનાં વચન સહેવાં પડે. ચિંતામાં જ સમય વીતે, સંતાનોને પરણાવવાનાં, રળવામાં રાતદિવસ પસાર થઈ જાય તો ભગવાનને યાદ ક્યારે કરવાના ? એ કારણે હું સાધુ થઈશ. જેમાં પછી રતિભાર ચિંતા જ નહીં. રાજાચોરનો ભય નહીં, જ્યાં જઈએ ત્યાં લોકો પગે લાગે. ઈશ્વરનું સ્મરણ થાય. સર્વ જીવોની રક્ષા થાય, યોગ વિના માલિક મળે નહીં માટે મારી ઇચ્છા સાધુ બનવાની જ છે.” જ્યારે આને મક્કમ જોયો ત્યારે અકબરશાહે રજા આપી. પાંચસો મણ ઘી વાપરવાનો હુકમ કર્યો. પણ તેણે અકબરનું ઘી લીધું નહીં ને પોતાનું ધન ખરચ્યું. ઘણા ઠાઠપૂર્વક એણે વડોદરામાં જેસંગને હાથે દીક્ષા લીધી. આ વિજયરાજ પાદશાહી સાધુ કહેવાય. બીજા એક જિતવિજય પાદશાહી સાધુ થયા.
(દુહા) બોલે પાતશા તુમ ચલો, કણ કહેગા હમ ધર્મ ?
કોઈક યતિ યહાં છોડિયે, કહે શાસ્ત્રકા મર્મ. ૧૪૪૦ શાંતિચંદ તિહાં મૂકીઆ, કહેતા ધર્મ-વિચાર; હુકમ લેઈ અકબર તણો, હીરે કર્યો વિહાર. ૧૪૪૧
(ચોપાઈ) હર વિહાર કરે તિહાં જિર્સે, શાહ જેતો નર બૂઝયો તિસે;
કહે હું લેઉં સંયમભાર, જો તમે રહો ઇહાં માસ બિ ચાર. ૧૪૪૨ થાનસંઘ કહે સુણ જેતાય, લીધી નવિ જાએ દીખ્યાય;
હુકમ પાતશાનો જો થાય, તો તે દીક્ષા સહી લેવાય. ૧૪૪૩ થાનસંઘ માનું કલ્યાણ, શાહ અકબરને કરતા જાણ;
જેતો નાગોરી હોએ યતિ, હુકમ હોય જો દિલ્લીપતિ. ૧૪૪૪ પા. ૧૪૪૨.૧ જસિં.....તસિં