________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૫૫
ઉપાય છે. કોડે મોઢામાં મૂક, ગરીબ જાણીને તને છોડી મૂકશે. ગપ્પીના બોલ તેના હૈયામાં વસી ગયા. પછી એણે કોડી મોઢામાં મૂકી એટલે ગપ્પીએ કહ્યું કે બાદશાહ, એને છોડી મૂકો. એ કબૂલે છે કે એણે બધી જૂઠી વાત કરી હતી. એને ફજેત કર્યો ને એનું પાણી ઉતાર્યું.
જગતમાં એક હીરગુરુ સાચા છે.
જગચંદ્રસૂરિએ બાર વર્ષ આયંબિલ કર્યો. આદ્ધડપુર નગરીમાં એમને “તપા’ બિરુદ પ્રાપ્ત થયું. ત્રંબાવતી નગરીમાં દફરખાન હાકેમની હાજરીમાં મુનિસુંદરસૂરીશ્વરે વાદ કરી તે દિગંબરને જીત્યો હતો. ને એમને ‘વાદીગોકલસાંઢ'નું બિરુદ આપેલું એ બધું યાદ કરીને અકબરે કહ્યું. હીરગુરુને “જગદ્ગુરુ'નું બિરુદ આપ્યું ને હીરસૂરિની શોભા વધી. બાદશાહે કહ્યું, “હે જગદ્ગુરુ હીર, કાંઈ પણ માંગો.” ત્યારે હીરે કહ્યું કે પંખીઓને પૂરી દેવામાં આવ્યાં છે તેમને છોડી મૂકો જેથી એમને સુખ થાય.” સારસ આદિ પંખીઓ જેમને રાતે આણી લવાયાં હતાં તેમને છોડી મૂક્યાં. પણ એમાંનું એક પંખી ઊડતું નથી. બાદશાહ એને હાથમાં લે છે. શાંતિચંદ્ર બોલ્યા કે “એને હું લઉં છું. તમને એ કાટશે.” ત્યારે અકબરે ઉત્તર આપ્યો કે “એ મને શું કાટશે (કરડશે) ? આવાં તો ઘણાંને મેં કાપ્યાં છે. પણ તમારાં દર્શનથી ધર્મી થયો છું. બાર હજાર ચિત્તા, ચૌદ હજાર હરણ. એમાંથી જે મરે તે ચિત્તાને ખવડાવું. પણ જીવતા હરણને મારું નહીં. આ (પરિવર્તન) માટે તમને મારા ખૂબ ખૂબ સબાબ.” એમ કહી બાદશાહે અનેક હરણ, રોઝ, સસલાંને છોડી મૂક્યાં. એક હરણી હરણને કહે છે હવે બાદશાહ તને હણશે નહીં, કેમકે એને જગદ્ગુરુ હીર મળ્યા છે. એ બધાં પશુઓને છોડાવી વનમાં મોકલી દે છે. હવે બંધનમાં પડવાનું ક્યાં છે ?”
(ચોપાઈ) ઐસી બાત કરે હમ સહી, ખાએ બિગર વે ન રહે કહિં; . મુજકો ભી સમજાવું બહોત, પિણ વે ધર્મ કભી નહીં હોત. ૧૩૨૧ કીડકું ખાવે કૂકડી, તુરકોકું દિખલાયેં ખડા;
ઐસી બસ્તુ ખાતે હૈં હમ, મુજકું કયા ખાતે હો તુહ્મ. ૧૩૨૨ તો ભી નહિ છોડે એ મુગલ, બડે કર્મ ખલ નહિ એ ભલ;
બડા બખતમેં ધમ્મી હોય, તમ દિદારકા મહિમા સોય. ૧૩૨૩ પહિલે મેં પાપી હુઆ બોહોત, આદમકા ભવ યુહીં ખોત; - ચિતોડ ગઢ લીના મેં આપ, કહ્યા ન જાવે વો મહા પાપ. ૧૩૨૪ જોરૂ મરદ કુત્તા બી હણ્યા, અશ્વ ઊંટ લેખે નહિ ગણ્યા;
ઐસે ગઢ લીને મેં બોહોત, બડા પાપ ઉહાં સહી હોત. ૧૩૨૫ બોહોત શિકાર ખેલે મેં સહી, બાંટે તુમ દેખાવે કહી;
કુણ પિંડે આએ કહો ઘાટ, હમ આએ મેડનેકી બાટ. ૧૩૨૬ પા. ૧૩૨૧.૨ મરઘાં બી ૧૩૨૨.૨ તુઝકું કાઘાતે હો તુહ્મ...