________________
૧૧૪
શ્રાવક કવિ ઋષભદાસકૃત
આવ્યો વિમલ વે િતહીં રે, મિલ્યા ભરડા જેહ;
જિનપ્રતિમા જો અહિં નીકલે રે, તો પ્રાસાદ કરેહ. સુ. ૯૬૭ શ્રીમાતા મંદિર આગળ રે, ખણતાં ભોમિ અપાર રે;
પ્રગટ્યું બિંબ દાદા તણું રે, વરસ હુઆ લાખ ઈગ્યા. સુ. ૯૬૮ તિહાં પ્રાસાદ મંડાવીઓ રે, વઢતા સહુ ભરડાય રે; - સકળ ભોમિ વેચી સહી રે, ધન વિન લીધી ન જાય. સુ. ૯૬૯ સોવન પાથરો પોળથી રે, જિહાં પ્રાસાદની ભીંતિ;
સોવન વેળેિ અણાવી આ રે, માંડે વિમળ વિનીત. સુણતો. ૯૭૦ સોવન માંડીઓ ચોકડે રે, છિદ્ર રહ્યું વિચિમાંહિ;
ઉપર એક મૂકાવીઓ રે, ખુશી હુઆ નર ત્યાંહિ રે. સુણ. ૯૭૧ વિમલ વિચક્ષણ વણિક છે. પણ પુણ્યકાર્ય માટે તે શૂરો બન્યો. મંદિરના નિર્માણ માટે સાત હજાર સલાટ અને લાખ જેટલા મજૂરો બોલાવ્યા. સાત માથોડાં જેટલો પાયો ખોદ્યો. પછી પરીક્ષા કરવા કહેવામાં આવ્યું કે આ પાયાને નિધાનથી પૂરો. પછી વિમલ સાતસો સાંઢ ભરીને સોનું મંગાવે છે અને કહે છે કે એને ગાળીને ઈટ બનાવો. ત્યારે સલાટ કહે છે કે સોનું ગાળવાની જરૂર નથી. સલાટોએ વિમલની ઉદારતાની પ્રશંસા કરી. તે પછી મંદિરનું કામ વેગથી શરૂ કર્યું. પણ દિવસે જે કામ કરે તે રાતે પડી જાય એમ કરતાં છ મહિના વીતી ગયા. નિરાશ થયેલો સલાટ વિમલની પાસે આવી વિનંતી કરે છે. વિમલે આવીને પૂછ્યું કે “અહીં કોણ સુર-નર-પીર છે ?” ત્યારે ઉત્તર મળ્યો કે “હું ખેતલવીર છું. અહીં વળી જિનપ્રાસાદ કેવો ! આ તો મારું સ્થાન છે. મેં સુરવર અને યક્ષ બધાને જીતી લીધા ત્યાં તું વણિક શા હિસાબમાં ? મને બલિ આપો.” વિમલ કહે “બલિમાં લાડવા લ્યો.” દેવ કહે “પ્રાણી દે.” તે સાંભળી વિમલ મૌન રહ્યો..કામ બંધ રાખ્યું. વિમલ રાતે દેરાસમાં જઈ ઊભો રહ્યો. તે વખતે હાથમાં ખગ અને દીપક લઈને ખેતલાવીર ત્યાં આવ્યો. સિંહનાદ કરીને વિમલ જ્યાં એને મારવા જાય છે ત્યાં તે જમીન ટપીને નાઠો અને અનેક જગાએ અથડાયો. જલદીથી અંબાદેવી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે વાણિયો મને માનતો નથી. દેવીએ કહ્યું કે, “એ તો ઘણો નિર્દય છે, તને મારશે. અને હવે અનુકૂળ થઈને વર્તીશ નહીં તો તારું નાક સડી અંદર નાથ પરોવી તને બાંધી દેશે. પછી લાખ પ્રયત્ન પણ તું છૂટીશ નહીં. હું તને બલિ અપાવડાવીશ, પણ તું વાંકો થતો નહીં.” પછી તલના બાકુળા તેને દેવડાવ્યા. તેનાથી તે હસીને રંકની જેમ પાછો વળ્યો.
(ઢાળ ૪૨ – દેશી ચુનડીની – રાગ ગોડી) વિમળ વિચખ્યણ વાણીઓ, પુણ્ય કાજે હુઓ સૂર હો;
સાત સહસ શિલાવટ તેડીઆ; તિહાં લક્ષ ગમે મજૂર હો. વિ. ૯૭૨
ટિ ૯૭૨.૨ શિલાવટ = સલાટ