________________
શ્રી હીરવિજયસૂરિરાસ
કહી દુઆ ને ઊભા રહે, મુખથી બોલ એણી પરિ કહે; અમે ફકીર ગદાઈ કરું, કોડી ન રાખું પૃથ્વી ફરું. મંત્ર યંત્ર જાણું નહિં રતી, કુણ કારણિ તેડ્યા અમ યતી; શેખ કહે સુણીએ ઉવઝાય, પૂછે પાતશા ધર્મકથાય. અસી વાત કરે છે જિસિં, મોહોરદાર શાહી આવ્યો તિસિં; મળી શેખને પાછો ફરે, ત્યારે શેખ વિચાર મનિ કરે. ૧૦૬૫ કહિસ્સે એ પાતશાને વાત, ત્યારેં મુજરો મુજ નવિ થાત; અસ્તું વિચારી તેડી ગયો, અકબર કને જઈ ઊભો રહ્યો. દુવા કરે મુનિ તેણે ઠાર, હરખ્યો પાતશાહીઆ મઝાર; છેડો ગલીચાનો વળી જ્યાંહિ, ચાલી પાતશા આવ્યો ત્યાંહિ. ૧૦૬૭ ખબર હીરની પૂછી કરી, ક્બ દીદાર પાવંગે અહિં;
કહે ઉવઝાય તુમ કરે દુઆય, કલ પરસું આવે ઇસ ઠાય. ખુસી પાતશા હૂઓ તામ, ચ્યારે પુરુષનાં પૂછ્યાં નામ; દેશ નગર ને માત પિતાય, કુણ કારણે લીધી દીખ્યાય. જનમ જરા ને બીજો મરણ, આતમને છે એ દુખકરણ; તે ટાળેવા હુઆ ફકીર, છોડે બિન નહુ પાવે તીર.
૧૨૫
૧૦૬૩
૧૦૬૪
૧૦૬૬
૧૦૬૮
૧૦૬૯
૧૦૭૦
હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ, રાત્રિભોજન તથા નિંદા આદિનો વિવેકપૂર્વક ત્યાગ કરવો જોઈએ. તથા પરિનંદા, આત્મપ્રશંસા, રસલોલુપતા, કામાસક્તિ તથા ક્રોધાદિ કષાય આ પાંચથી સાધુતા ચાલી જાય છે. એટલે સાધુએ તેનો ત્યાગ કરવો જોઈએ.
તે સાંભળી બાદશાહ ખુશ થયો. ઉપાધ્યાયજીનાં વખાણ કર્યાં. પછી તેઓ જ્યારે ઉપાશ્રયે આવ્યા ત્યારે શ્રાવકો ઘણા રાજી થયા.
વાજાં વાગે છે, ગંધર્વો ગાય છે અને શ્રાવકો ભેગા થઈ સામા આવે છે. તુંગીઆ નગરીના શ્રાવકોની જેમ આ શ્રાવકો પણ ગુરુને વંદન કરવા આવ્યા.
બાદશાહ સાથે થયેલી વાત જો હીરગુરુને કહેવામાં આવે તો તેમને આનંદ થાય એમ વિચારી વિમલહર્ષ ઉપાધ્યાય હીરગુરુને વંદન કરવા અને લેવા સામે ગયા.
આ બાજુ શ્રી હીરવિજયસૂરિ મહારાજ સાંગાનેરથી વિહાર કરી અનુક્રમે નવલી, ચાટસ, હીંડવણી, સિકંદરપુર, બાના થઈ અભિરામાવાદ પધાર્યા. ગુરુના આગમનથી ત્યાંનો વિખવાદ દૂર થયો. ત્યાંથી તેઓ ફત્તેપુર તરફ વિહાર કરે છે.
હીરગુરુની સાથે તે વખતે સડસઠ શ્રેષ્ઠ મુનિઓનો પરિવાર હતો. તેમાં સૌથી મોટા વિમલહર્ષ ઉપાધ્યાય, તે પછી શાંતિચંદ્ર ઉપાધ્યાય, વાચાળ એવા સોવિંજય પંન્યાસ, તથા વિશાળ બુદ્ધિવાળા સહજસાગર હતા. પંન્યાસ સિંહવિમલ, પંડિત ગુવિજય, ગુણસાગર, ધર્મશી ઋષિ, પંન્યાસ રત્નચંદ્ર, કાવ્યરચનામાં નિપુણ અને પા. ૧૦૬૭.૧ કહે મુનિવર તેણે ઠારિ