________________
શ્રી હીરવિજયસૂરિાસ
અકબર લઈને હીરને હાથે વંચાવે છે. અને વિમલહર્ષ આદિ સઘળા મુખ્ય શિષ્યો એના અર્થ કરે છે. એ સૌને પંડિત જાણીને બાદશાહ હીરની પ્રશંસા કરે છે.
અકબરશાહ કહે છે પદ્મસુંદર નામના એક વિદ્વાન સાધુ પોષાળમાં ચાર ધજા રાખતા હતા. તેઓ જ્યોતિષ, વૈદ્યક તથા સિદ્ધાંતમાં નિપુણ હતા. અનેક ગ્રંથો તેમની પાસે હતા. એમને કોઈ જીતી શકતું નહીં. કાળક્રમે તે પંડિત પરલોકે ગયા. તેનાથી ઘણું દુઃખ થયું. પણ શું થાય ? આપણું કાંઈ જ ચાલતું નથી. એ તો ખુદાના હાથની વાત છે. તે પુસ્તકો ખજાનામાં રાખ્યાં છે ને કોઈને ય આપ્યાં નથી. તમે ખુદાના ફકીર આવ્યા છો ને એ પુસ્તકો આપ સ્વીકારો.
(ઢાળ ૫૦ દેશી સાંસો કીધો શામળિયા)
-
૧૪૫
તવ દિલીપતિ ઇણિ પરેિં બોલે, પુસ્તગ કાર્મિ તુહ્મ આવે; હુકમ હુઓ તબ અકબર શાહનો, પુસ્તગ વેગિ લાવે રે. તવ. પોથી સઘલી લેઈ અક્બરશા, હીર હાથે વંચાવે;
સાહિત્ય વ્યાકર્ણ ને સિદ્ધાંતહ, વાંચી સોય મુકાવે. તવ.૧૨૪૬ વિમલહર્ષ પ્રમુખ શિષ્ય સઘળા, દેખી અર્થ કરાવે;
પંડિત જાણી કહિ તે પાતશા, હીર તણા ગુણ ગાવે રે. તવ. ૧૨૪૭ કહિં અક્બરશા સમિ હુંતો, પદમસુંદર તસ નામ;
અનેક ગ્રંથિ તેણિં પોતે કીધા, જીતી નહિં કો જાણે. તવ. કાર્ત્તિ તે પંડિત પણિ ગુદર્યો, અક્બર કહિ દુખ થાઈ; ક્યા કરૂિં ન ચલે કહ્યુ હમકા, એ તો બાત ખુદાઈ, તવ. પુસ્તગ તેણૢિ ખજીને છોડ્યા, નિકું સોય ન દીજે;
તુહ્મ ફકીર ખુદા કે આએ, તુહ્મ એ પુસ્તગ લીજે. તવ.
ચ્યાર ધ્વજ ધરતો પોસાä, પંડિત અતિ અભિરામ. તવ. ૧૨૪૮ જ્યોતિષ વૈદ્યકમાં તે પૂરો, સિદ્ધાંતી પરમાણ;
૧૨૪૫
-
૧૨૪૯
૧૨૫૦
૧૨૫૧
ત્યારે હીર કહે છે “ભણવા જેટલું પુસ્તક તો અમારી પાસે હોય છે.” બાદશાહ કહે છે. “તમારા શિષ્યો માટે લો.” હીર કહે છે, “તમારું વચન માથા ઉપર. પણ અમારે પુસ્તકનું કામ નથી.” ત્યારે બાદશાહ અબુલક્જલને બોલાવીને કહે છે કે તમે હીરસૂરિને વિનંતી કરો કે પદ્મસુંદરનાં પુસ્તકો તેઓ સ્વીકારે. અબુલફજલે હીરગુરુને કહ્યું કે તમે પુસ્તક લેવા રાજી નથી છતાં પુણ્યકાર્ય સમજી આટલાં પુસ્તકો લ્યો જેનાથી અકબર રાજી થશે.
(ઢાળ ૫૧ દેશી વાસુપુજ્ય જિન પ્રકાશો.) હીર કહિ હમ ભણવા જેતું, પુસ્તક પોતે હોઈ;
કહિ અક્બર લ્યો ચેલા કારણિ, હીર કર્દિ હઈ સોઇ. ૧૨૫૨ પા. ૧૨૪૮.૧ કહિ અકબર આયસ પુષુતો