________________
શ્રી હીરવિજયસૂરિરાસ
અકબરે હીરગુરુને મોટા મુનિવર માન્યા. અનુક્રમે વિહાર કરતા તેઓ આગ્રા આવ્યા. ત્યાં મોટો ઉત્સવ થયો. થાનસિંગે પા રૂપિયાની પ્રભાવના કરી. નંદિષણની જેમ હીરગુરુની દેશના કદી નિષ્ફળ જાય નહીં. થાનસિંગે ઘણું દ્રવ્ય ખર્ચીને પ્રતિષ્ઠા કરાવી. પછી પર્યુષણપર્વના દિવસો આવ્યા. શ્રાવકો વિચારે છે કે જો આ દિવસોમાં અમારિ પ્રવર્તે તો ઘણો હરખ થાય. અમીપાલ દોશી નામનો એક શ્રાવક નદીનાળાં ઓળંગીને બાદશાહ પાસે ગયો. તેણે શ્રીફળ આદિનું ભેટલું મૂકી હીરના ધર્મલાભ આપ્યા. બાદશાહે પૂછ્યું કે હીરગુરુએ મારી પાસે કાંઈ માગ્યું છે ? ત્યારે અમીપાલે કહ્યું કે પર્યુષણના દિવસો આવે છે. એ પર્વના પાંચ દિવસ નગરમાં ઢંઢેરો ફેરવી જીવહિંસા બંધ કરાય જીવરક્ષા કરવામાં આવે તો હીગુરુને ખૂબ ખુશી થાય. બાદશાહે તરત ફરમાન કરી દીધું. તે આગ્રા આવ્યું. કોટવાળ તે લઈને ચોકી ભ૨વા લાગ્યો જ્યાં પાપીઓનાં ઘર હતાં. કોટિબંધ જીવો ઊગરી ગયા. એમના મૂગા આશિષ હીરસૂરિને મળ્યા. “હે ઋષિ, તમારો જયજયકાર થજો. તમે કોટિ વરસ જીવજો.” આ રીતે સબળ લાભ મેળવીને હીરગુરુ શૌરીપુરની યાત્રાએ ગયા. ત્યાં નેમિ જિનેશ્વરને જુહારીને કાયાને નિર્મળ કરી. પછી આગ્રામાં પાછા આવ્યા. સંઘે સામૈયું કર્યું. હીરગુરુ ગોખે બેસીને ધર્મકથા સંભળાવે છે. એમની મીઠીમધુરી વાણીથી ભાવિકજનો બોધ પામે છે. સંપત્તિ અસ્થિર છે એમ જાણીને માનૂ કલ્યાણે પ્રતિષ્ઠા કરાવી. માનૂ કહે,
આ પંચમ આરામાં કદાચ મુહૂર્ત ન સાધવામાં આવે તોપણ જ્યાં જિનવરની પ્રતિમા હોય ત્યાં મેઘ વરસ્યા વિના રહે નહીં. જ્યારે બિંબપ્રતિષ્ઠાનો વરઘોડો ચઢ્યો ત્યારે હાથીઘોડા, રથ, ભંભા-ભેરી, માનવસમુદાયનો પાર નહોતો. ઇંદ્રમાળ પહેરીને જ્યારે વરઘોડો પાછો વળ્યો ત્યારે મુશળધાર વરસાદ વરસ્યો. ભીંજાતા સહુ મંદિરે આવ્યા. માનૂ અત્યંત હર્ષ પામ્યો. સર્વ લોક કહેવા લાગ્યા, “ગુરુજીએ શુદ્ધ મુહૂર્ત સાધ્યું, જેથી મેઘ ખૂબ વરસ્યો. માનૂ ધન્ય છે અને હીરગુરુ ભાગ્યવાન છે.” હીરગુરુએ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિની પ્રતિષ્ઠા કરી, હજારો સોનૈયા ખર્ચાયા, જગની આશ પહોંચી. ધર્મકાર્ય કરીને હીરસૂરિ ફત્તેહપુર ગયા. શેખ અબુલફજલ ત્યારે ઘણો સદ્ભાવ દાખવે છે.
(દુહા)
મુનિવ૨ મોટો હીરજી, માન્યો અકબર શાહિ;
અનુકરમિં મુનિ વિચરતા, આવ્યા આગરા માંહિ. ૧૨૬૨
(ઢાળ ૫૪ દેશી રત્નસારની પહિલી)
આગરા માંહિ આવે ગુરુ વેગિં, ઉચ્છવ અધિકા થાએ રે; થાનસંગ તિહાં પા રૂપઇઓ, લહિણું તિહાં કણિ લાહે રે. હીરદેશના નિષ્ફળ ન જાએ, નંદિખેણની પેરિ રે;
થાનસંગ પ્રતિષ્ઠા કરતા, ધન ખરચે બહુ પેર્રિ રે. હીર.
-
૧૪૭
૧૨૬૩
૧૨૬૪