________________
૧૨૮
શ્રાવક કવિ ઋષભદાસકૃત
દેઈ પ્રદક્ષિણ ગુરુને તેમ, વરવહુ વશ્વિને વળી જેમ;
તેણી વેળા ઉચ્છવ જે થયો, કવિયે તે નવિ જાએ કહ્યો. ૧૦૯૩ નગર ટુકડા આવે જર્સે કુંભ વૃષભહિ મળીઆ તમેં
કરી પતાકા માટી દહિં, મિળી સુંદરી તે ગાતિ તહીં. ૧૦૯૪
ખર ડાબી બાજુએ અવાજ કરે છે ને અવાજ કરતો જમણી બાજુએ જાય, ખપ્પર ભરીને યોગિની જમણી તરફ જાય, વૃક્ષ ઉપર તેતર પક્ષી બોલે તો સઘળી લક્ષ્મી સ્થિર થાય અને ન ફળનારાં વૃક્ષોને પણ ફળ આવે, એમ સાવલિંગી સૂદો કહે છે.
ફત્તેપુરમાં પ્રવેશ કરતાં સામું અસુરનું શબ મળ્યું. શ્રાવકો પડખે ખસવા કહે છે પણ હીરગુરુ તો સીધા જ ચાલ્યા જાય છે, અને મનમાં વિચારે છે કે અત્ર-પુષ્પ અને વાજિંત્રની જેમ આ તો સારા શુકન થયા. સામે ભલો તુર્ક મળ્યો.
આમ વિચારી હીરગુર નગરમાં આવે છે. થાનસિંગે આગળથી જઈ શેખ અબુલફજલને વાત કહી. ત્યારે શેખ બાદશાહ પાસે ગયો. શ્રેણિક પાસે જેમ અભયકુમાર હતા તેવા બાદશાહને શેખ હતા. અભયકુમારે શ્રેણિકને વરના ખબર આપ્યા તો શેખે હીરના ખબર આપ્યા. સકલ પુરુષોમાં તાજ સમા બાદશાહે કહ્યું કે ખુદાના નમૂના રૂપ હીરગુરુને બોલાવો. હું એમનાં દર્શન કરીશ. તેઓ તો સ્વયં પવિત્ર છે જ, એમને પગલે અન્ય પણ પવિત્ર બનશે, આપણાં નેત્ર પવિત્ર થશે. માટે તમે સાચા મિત્ર હો તો એમને બોલાવો.
બાદશાહનો હુકમ થતાં શેખ હીર પાસે આવ્યો. વિવેકપૂર્વક પ્રણામ કરી પોતાને ઘેર લઈ ગયો અને ત્યાં ઘણે પ્રકારે જ્ઞાનગોષ્ઠી કરી.
હીર કહે છે કે તમારા અને અમારા શાસ્ત્રમાં કહ્યું છે કે જ્યાં હિંસા હોય ત્યાં દયા નથી. તમને પંડિતને વિશેષ શું કહીએ ?
હંસ વિના આ સંસારમાં દૂધ અને પાણીને અળગું કોણ કરે ? તેમ, હે શેખ, તમે બુદ્ધિવંત છો તો હંસની જેમ વિવેક ધરો. ત્યારે અબુલફજલે આ પ્રમાણે કહ્યું, “આ પયગંબરે ફરમાવ્યું છે. વળી તમને પૂછું છું તેનો હે હીર, વિવેક ધરીને ઉત્તર આપો. ખુદાએ બધાને પેદા કર્યા છે ને એમનો નાશ પણ કરશે. ગુનો જોઈને એનો ન્યાય કરશે. અને પુણ્ય-પાપનું ફળ આપશે. આ વાત ખરી છે કે ખોટી ?” ત્યારે હીરગુરુ પુનઃ કહે છે કે આકાશપુષ્પ જેવી આ વાત છે. ખુદા તો અરૂપી છે. તેને હાથપગ છે નહીં. તે તો શંખના જેવા નિરંજન છે. સૂર્યની જેમ જ્યોતિર્મય છે. તો એમને લોકો કેવી રીતે પૂછે અને મળે ? માટે વંધ્યાપુત્રની જેમ આ વાત મિથ્યા છે. કર્મ જ જગતમાં સત્ય છે. એનાથી જ હરકોઈ સુખી કે દુઃખી થાય છે. કર્મ જ કર્તા હર્તા છે. શેખ કહે છે તમારી વાત સાચી છે. હવે મને સાતે ધાતુએ – સમગ્રતયા ધર્મ વસ્યો. જેમ ખેતર ખેડીને બીજ વાવ્યું હોય એમ શેખ સમ્યકત્વનો સ્વામી બન્યો.