________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૪૧
ન મળ્યું નહિ શોચાય રે, સહિજિ તપ થયો;
અઢું સંભવે ઋષિ વડો એ. ૧૨૦૮ ચુણ કરતા જહાં જીવ રે, તિહાં નવિ ઋષિ જઈએ;
કોઈને બારિ ન બેસીએ એ. ૧૨૦૯ કથા ન કહિએ ક્યાંહિ રે, વળગી નવિ રહીએ;
ભખતાં ભીક્ષુક મુનિ વળે એ. ૧૨૧૦ મોટે ઘરિ નવી જાય રે, મીનત નવિ કરે;
મૂછ ન કરે મુનિવર એ. ૧૨૧૧ મુધા દાઈ ત્યે આહાર રે, મુધા જીવી દીએ;
દોઈ પુરુષ સદગતિ કરે એ. ૧૨૧૨ સુમતિ એખણા એહ રે, આદાનનિક્ષેપણા; મુંકે પુંજી ને લીએ એ.
૧૨૧૩ પરિણપનિકાય રે, વિધિસ્તું પરઠવે;
પંચ સુમતિ ઇમ પાળતો એ. ૧૨૧૪ ત્રિણ્ય ગુપતિ નિરધાર રે, દિલ જસ નિરમળું;
દુખ નવિ વંછે પર તણું એ. ૧૨૧૫ વચન ગોપવે આપ રે, કાય ગુપતિ તસી;
સંયમરમણી મનિ વસી એ. ૧૨૧૬ આમ જે સાધુ સંયમરમણી સાથે રમે અને ૩૬ ગુણયુક્ત હોય તે પોતે તરે ને જગને તારે. તે શુદ્ધ ફકીર છે. એવા મસ્તફકીર ગુરુ દયારૂપી ધર્મને ધારણ કરે છે, જેમનામાં હિંસા, જૂઠ કે ચોરીકર્મ હોતાં નથી. * નારીભોગ, પરિગ્રહ અને રાત્રિભોજનનો જેમાં ત્યાગ છે, જ્યાં યંત્ર, મંત્ર, તંત્ર કે મૂળ, ફરસી કે ત્રિશૂળ કાંઈ ધારણ કરાતું નથી, વળી જેમાં મદિરા, માંસ, મધુ, માખણ, અફીણની ગોળી ત્યાજ્ય છે, જ્યાં મુનિ કંદમૂળ ખાતા નથી, રાત્રે ચાલતા નથી, જે ગાળ ખમી લે છે ને માર પડે તો પણ શરીરને ફેરવી લેતા નથી, જે સર્વ જીવોના ગુણને જ જુએ છે, જે વનક્રીડા જેવું પાપકર્મ કરતા નથી. એવો આ ધર્મ પરમાત્માએ કહ્યો છે. આ સાંભળી અકબર પૂછે છે કે “તમે દર્શાવ્યો તે ધર્મ તમે કરો છો ?” હીરગુરુએ કહ્યું, “એવો ધર્મ પૂરેપૂરો તો ક્યાંથી કરી શકાય ? થોડો ઘણો કરીએ છીએ.”
પા. ૧૨૧૦.૨ ભિક્ષુક દેખી ૧૨૧૨.૧ મુધા દાયી ઘે આહાર મુધા જીવી લીએ ટિ. ૧૨૧૩.૧ સુમતિ એખણા = પાંચ સમિતિમાંની એષણા સમિતિ ૧૨૧૪.૧ પરિણાપનિકાય
= પાંચ સમિતિમાંની પરિષ્ઠાપનિકા સમિતિ.