________________
૧૪૨
શ્રાવક કવિ ઋષભદાસકૃત
(દુહા)
સંયમરમણીયું ૨મે, ગુણ છત્રીસે એહ;
જગનિં તારે ને તરે, શુદ્ધ ફકીર જ તેહ. ૧૨૧૭ ગુરુ એહવો મસ્તગિં ધરે, દયારૂપ ધરુિં ધર્મ;
હિંસા જૂઠું જિહાં નહિં, નહિં જિહાં ચોરી કર્મ. ૧૨૧૮ (ચોપાઈ)
નારીભોગ વરજ્યો છે તહિં, પરિગ્રહ નિશિભોજન તે નહિં;
૧૨૨૦
યંત્ર મંત્ર તંત્ર ને મૂળ, ન ધરે ફરસી નહિં ત્રિશૂળ. ૧૨૧૯ મદિરા માંસ મધુ માંખણ જેહ, ગોળી અમલ ન ખાવું તેહ; કંદમૂળ કહીએ નિવ ખાય, રાતિ ઋષિ નવિ ચાલ્યો જાય. ખમે ગાળ ફેરી વિ દેહ, સકળ જંતુ ગુણ દેખી લે; વનક્રીડા નહિં પાતિગ કર્મ, અસ્યા ખુદાએ ભાખ્યા ધર્મ. સુણી વાત અકબર પૂછેહ, ઇસ્યા રાહ તુમ આપ કરે; હીર કહે પૂરા કહાં હોત, થોડા એક કીજે નહિં બોહોત.
૧૨૨૧
૧૨૨૨
આ વચન સાંભળી અકબર હસ્યો ને મનમાં ખુશ થયો. દિલ્હીપતિએ હીરની પ્રશંસા કરતાં કહ્યું, “હે ગુરુમહારાજ, તમે સાંભળો. તમે સકલ શાસ્ત્રના સાગર છો. તો મને એક ઉપાય બતાવો. મીન રાશિમાં મને શનિશ્ચરની દશા બેઠી છે. એનાથી હું ઘણો ડરું છું. ગુર્જર દેશને જ્યારે એ દશા લાગી ત્યારે મહંમદ મૃત્યુ પામ્યો. હુમાયુનું મોત પણ મોટી પનોતીમાં થયું. દુર્જન માણસની માફક આ દશા માણસનું ખરાબ કરે છે એમ જગમાં કહેવાય છે. તો આ શનિશ્વરની મોત-પનોતી અમારાથી ભાગી જાય – દૂર રહે એવું કાંઈક હે ગુરુ, તમે કરો.”
ત્યારે હીમુનિએ આ પ્રકારે કહ્યું, “ખહેર-મહેર (ભલાઈ) ખૂબ કરો. તેનાથી તમારું ભલું થશે. મનમાં ડર રાખવો નહીં.” જ્યારે અકબર ફરીફરી એ જ વાત કરે છે અને કોઈ મંત્રની ઇચ્છા રાખે છે ત્યારે હીરગુરુ કહે છે, “ખહેર-મહેર કરવી એ જ આનો મંત્ર છે.”
બાદશાહે પછી શેખને બોલાવ્યો ને ભાટની જેમ હીરની ઘણી પ્રશંસા કરી. આ સાધુએ સાચી ફકીરી ધારણ કરી છે. મેં ઘણાં દર્શનો જોયાં છે પણ આવું તો એકે જોયું નથી. જેમ હરણના જૂથમાં સિંહ મળે નહીં તેમ હીરસૂરિ જેવા કોઈ મળ્યા નથી. મેં એમની પાસે મંત્ર માંગ્યો પણ એમણે પોતાનો માર્ગ લોપ્યો નહીં. મનમાં કોઈ લાલચ-ઇચ્છા રાખ્યાં નહીં. એમના જ ધર્મશાસનને વળગી રહ્યા. જેમ વૃક્ષોમાં કલ્પવૃક્ષ, જળમાં ગંગાજળ, સમુદ્રોમાં ક્ષીરસમુદ્ર ઉત્તમ તેમ મુનિઓમાં હીરગુરુ. બ્રહ્મા ચાર મુખે, ઈશ્વર પાંચ મુખે અને કાર્તિકેય છ મુખે એમના ગુણગાન કરે તો પણ પૂરાં ન થાય. જેને હજાર મુખ છે તે શેષનાગ પણ મસ્તક ધુણાવીને કહે છે કે તમારી સ્તુતિ કરતાં તો થાકી જવાય પણ પાર ન પમાય.