________________
શ્રાવક કવિ ઋષભદાસકૃત
એ પાંચ આચારને પાળતો મુનિ પાંચ સમિતિનું પાલન કરે. ૧. ઇર્યાસમિતિ – રસ્તામાં જીવહિંસા ન થાય તે રીતે ચાલે. ૨. ભાષાસમિતિ – યુક્તિપૂર્વક બોલે, જેનાથી પાપ નહીં પણ પુણ્ય ઘણું થાય. ૩. એષણાસમિતિ બેંતાલીસ દોષ રહિત આહાર-ગોચરી કરે. બંધ બારણું ઠેલે નહીં, નીચાણવાળા કે અંધારા ઘરમાં ન જાય, બીજ-પુષ્પ-ફલ હોય અથવા તાજું લીંપણ હોય તે ઘે૨ ન જાય, જ્યાં શંકા હોય ત્યાં ન નીકળે, બકરી, કૂતરો, બાળક કે નાનું વાછરડું હોય એને ઓળંગે નહીં, આશક થઈને અને સ્થિર નજરે ગૃહસ્થના ઘરને જુએ નહીં, ઉતાવળો ઘરમાં પ્રવેશે નહીં, બહુ આઘો ન જાય, બારણા પાસે જ ઊભો રહે, જે સ્ત્રી સૂતી હોય, ખાતી હોય, દળતી હોય કે કાતરતી-સમારતી હોય તેના હાથનું સાધુ વહોરે નહીં, મુનિને માટે ઘડાથી પાણી ખેંચે કે ચમચો ધોઈને વહોરાવે તો ન લે, વળી જ્યાં થોડું પાણી હોય, લૂણ લાગેલું હોય, અથવા વાસણમાં શાક સમાર્યું હોય ત્યાંથી સાધુ ન વહોરે, અણખરડેલા પાત્રથી જ લે, પહેલાં ખરડાયેલું હોય તો ત્યાંથી લે, આ બે જણાનું વહોરે છે એમ સમજતી હોય તો વહોરે, એવું ન સમજતાં અનર્થ થાય, ગર્ભવતીનું અત્ર મુનિ વહોરે નહીં, જેને પૂરા મહિના હોય તેના હાથે પણ ન વહોરે, જો તેવી સ્ત્રી બેઠી હોય તો તેના હાથે વહોરે, સ્ત્રી બાળકને ધવરાવતી હોય તો ન વહોરે, વાસણ ઉઘાડું હોય તો મુનિ ન વહોરે, દાન નિમિત્તે આપે તો ન વહોરે, પુણ્ય નિમિત્તનું અત્ર જે મુનિ વહોરે તેને અગ્નિ સરખો કહ્યો છે. જો દોષવાળો આહાર લે તો તેનાથી પાપકર્મ બંધાય અને સંયમ સીદાય, જો નિર્દોષ આહાર લે તો તે સંસાર તરી જાય. ફૂલેલી વસ્તુ ન લે, બળતું હોય અથવા ઇંધણું તાણીને વહોરાવે તો ન લે, ઊંચા સીકામાંથી નીચો માણસ બાજઠ પર ચડીને વસ્તુ લાવે તો ન લે, ઝાઝા ઠળિયા કે કાંટા હોય, ખાવાનું ઓછું ને ફેંકી દેવાનું વધારે હોય એવું ન લે, ‘નિસિહિ' કહેતો ઉપાશ્રયમાં પ્રવેશ કરે, શુદ્ધ ભૂમિ ડિલેહે, ગુરુમહારાજની પાસે ગોચરી આલોવે, ઇરીઆવહી કરી સજ્ઝાય કરે, વાપરતી વખતે બાળ-વૃદ્ધ-ગ્લાન એવા બીજા તપસ્વીને આપીને પછી પોતે લે, રસ વિનાના, ખરાબ રસના કે સ્વાદુ આહારને વખાણે પણ નહીં. વખોડે પણ નહીં, છાંડે નહીં, ભિક્ષાકાળમાં વહોરવા જાય તો આહાર મળે, અકાળે જાય તો દોષ થાય, કદાચ આહાર ન મળે તો તે નગરની નિંદા ન કરે, અને ન મળે તો મનમાં દુઃખ ન લગાડે પણ વિચારે કે આ નિમિત્તે સહેજે તપ થઈ ગયો. સારું થયું. “અનવ્યે તપતો વૃદ્ધિ: નવ્યે વેહસ્ય ધારામ્.' પક્ષીઓ જ્યાં ચણ ચણતાં હોય ત્યાં સાધુ જાય નહીં, કોઈને દ્વારે બેસે નહીં, વાતો ન કરે, કોઈને વળગીને રહે નહીં એટલે કે આસક્તિ ન રાખે, કોઈ ભિક્ષુક ભીખ માગતો હોય તો ત્યાંથી સાધુ પાછો વળે. મોટા ઘરે (એટલે જ્યાં જમણવાર જેવું હોય ત્યાં) મુનિ ન જાય, વિનવણી ન કરે, મૂર્છા પણ ન કરે, સાધુ મુધાદાયીપણે આહાર લે અને શ્રાવક મુધાજીવીપણે આહાર આપે એ બન્ને સદ્ગતિ પામે. ઉપર જણાવી તે એષણા સમિતિ છે. ૪. આદાનનિક્ષેપણા સમિતિ. – કોઈપણ વસ્તુ લેવાની કે મૂકવાની હોય તો પૂંજી-પ્રમાર્જીને લે અને મૂકે. ૫. પારિષ્ઠાપનિકા સમિતિ – તે કોઈપણ વસ્તુ સ્થંડિલ, માનું વગેરે જમીન ૫૨ પરઠવવાની હોય તો તે વિધિપૂર્વક પરઠવે.
૧૩૮
-