________________
શ્રાવક કવિ ઋષભદાસકૃત
ખુદાએ પેદા કીધા બહૂ, ફનાં કરેસ્ટે એ પણ સહુ; ન્યાય કરસ્ય ગુનો તસ લહી, પુણ્ય પાપ ફળ દેસ્થે સહી. એહ વાત ખોટી કે ખરી, હીરમુની તવ બોલ્યા ફરી; આકાશફૂલ પરેિં એ વાત, ખુદા અરૂપી નહિં પગ હાથ. શંખ પરેિં જ નિરંજન તેહ, સૂર તણી પરિ જ્યોતિમેં જેહ; કિમ પૂછે કિમ મળસ્કે લોક, વંધ્યાપુત્ર પ િસહુ ફોક.૧૧૧૦ કર્મ ખરૂં જગમાંહિ જોઈ, કરમિં સુખીઓ દુખીઓ હોઇ;
૧૧૦૯
કરતા હરતા જે કહિવાય, તેહનિ શર્મ ઘણેરી થાય. ૧૧૧૧ શેખ કહે એ સાચી વાત, ધર્મ વશ્યો મુનિ સાતે ધાત;
વાવ્યું બીજ ખેતર કરસણી, શેખ હુઓ સમકિતનો ધણી.
૧૩૦
૧૧૦૮
૧૧૧૨
શેખને સત્ય સમજાતાં તેણે હીરગુરુની પ્રશંસા કરી. પછી જ્યાં અકબર બેઠા છે ત્યાં શેખ એમને તેડી લાવ્યો. સં. ૧૬૩૯ જેઠ વદ ૧૩ને દિને હીરને બાદશાહનો ભેટો થયો.
બાદશાહ હીરને નીરખીને મનમાં હરખ પામે છે. આ કોઈ પંચમ ભેદ પયગંબર જેવા છે. જાણે છઠ્ઠા કલ્પદ્રુમ ને ખુદાના પ્યારા સાચા ફકીર લાગે છે. તેમનો અવતાર ધન્ય છે.
છત્રીસ ગુણયુક્ત ગચ્છપતિને જોઈને સુલતાન ખુશી થયા. બાદશાહ પ્રેમથી તેમની સુખશાતા પૂછે છે, અને મનથી ઇચ્છે છે. કહે છે કે સુખપૂર્વક તમે જાતે પધારી દર્શન આપ્યાં તેથી અમારી ઉપર તમે મેઘની જેમ ઉપકાર કર્યો છે. હે હીર, તમે સુખી રહો. જરાય દિલગીરી આણશો નહીં. અમે દુઆ લેનાર સેવક છીએ અને તમે પીર છો. હીરગુરુ કહે છે : અમને કોઈ વાતનું દુઃખ નથી. બધું સુખે ચાલે છે. તમારા રાજ્યમાં કોઈ ભય નથી. કોઈ પાલવ પણ ઝાલતું નથી.
તમારું આમંત્રણ ગંધાર આવ્યું. તેથી અમે તમારા દરબારમાં આવ્યા છીએ. અકબર કહે છે, ‘તમે પગપાળા કેમ આવ્યા ? શું સાહિબખાન પાસેથી તમને ઘોડા મળ્યા નહીં ?' હીરે કહ્યું કે “ખાન તો હાથી, ઘોડા, રથ, પાલખી, માલ-મિલકત બધું જ આપતા હતા. પણ અમે ફકીર-સાધુ હોવાથી કાંઈ લીધું નહીં.” ત્યારે અકબર કહે છે કે આ મેં સારું ન કર્યું. તમને દુઃખ આપ્યું અને તમારાં ધ્યાન-બંદગી છોડાવ્યાં. પછી થાનસિંગને બાદશાહ કહે છે કે તેં મને પહેલાં આમનો આવો માર્ગ હોય છે એ કેમ કહ્યું નહીં ? તેં મોટો અનર્થ કર્યો. પછી બાદશાહ એંદીને કહે છે કે હીરગુરુને બોલાવવા કોણ ગયું હતું ? અને તેમને કઈ રીતે લાવવામાં આવ્યા ? એંદી સલામ કરીને કહે છે કે “આપના હુકમથી જમાલ અને કમાલ બન્ને ગયા હતા.” પછી તેમને તેડીને પૂછે છે કે “તમે હીરને કઈ રીતે લઈ આવ્યા ?” તેઓ કહે છે, “તેઓ
પા. ૧૧૧૦.૧ શેષ
ટિ. ૧૧૧૦.૧ સૂર = સૂરજ