________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૩૫
જન્મ જરા મરણ જ લહે, જમ લેઈ પાટેજી; તોહિ ન કરતા ધર્મ, ખાવા માટે જી.
૧૧૫૭ ખાવા થકી ધર્મ થતો નથી. ગુરનાં ચરણ સેવે નહીં, આત્માને ઓળખે નહીં તે આત્માનું સુખ કરી શકે નહીં. જો ઈશ્વરની વાત પામે તો આત્મા સુખી થાય. એ ઈશ્વર અકળ, અવર્ણ, અભેદ છે. એને હાથ-પગ-માથું નથી.
ઈશ્વરને જન્મ, જરા, મરણ નથી. ઈશ્વરના ૩૧ ગુણ છે. તે પાંચ વર્ણ અને બે ગંધથી અલિપ્ત છે. એણે પાંચ રસ, આઠ સ્પર્શ અને ત્રણ વેદને પ્રેમથી સજ્યા છે. વળી તેને શરીર નથી કે રૂપ નથી, એનો સંગ થતો નથી. એ આ સંસારમાં પેદા થતો નથી અને પાંચે સંસ્થાનથી રહિત છે. આમ જેમને નિર્મળ જ્ઞાન છે એવા સિદ્ધના ૩૧ ગુણોને હું સ્મરું છું. વળી એમને અનંતું સુખ હોય છે, રોગ, શોક કે ભયનું દુઃખ હોતું નથી. મુક્તિશિલામાં નિરંતર સુખ અનુભવે છે. એ સિદ્ધશિલા ૪૫ લાખ યોજનપ્રમાણવાળી લાંબી અને ચંદ્રના આકારની છે. મુક્તિશિલા યોજનાના ચોવીશમા ભાગની ઊંચાઈની હોય છે. અનંત દર્શન, બળ અને વીર્યથી યુક્ત એવા નીરાગી પરમાત્મા ત્યાં રહે છે.
દુહા) ધર્મ ન થાય ખાવા વતી, સેવે ન ગુરુનાં ચરણ;
આપ ધણી નવિ ઓલખ્યો, નહિં આતમસુખકરણ. ૧૧૫૮ સુખી હોય તબ આતમા, લહે ખુદાની વાત; અકળ અવરણ અભેદ છે, નહિ પગ મસ્તગ હાથ. ૧૧૫૯
(ઢાળ ૪૬ - પદમરાય વિત એ દેશી). જન્મ જરા ને મરણ નહિ ખુદા તણિ રે, ખુદાના ગુણ એકત્રીસ; પંચ વરણથી ખુદા રહ્યો જગિ વેગળો રે, દોએ ગંધ નહિ ઈસ. સુણીએ પાતશા રે.
૧૧૬૦ પાંચ રસ જેણે પ્રેમ કરીને પરિહર્યા રે, આઠ ફરસ ત્રિસ્ય વેદ;
શરીર રૂપ નહિ કોએ ખુદા તણે રે, કરવો સંગ ન ખેદ, સુણી. ૧૧૬૧ ઉપજિ નહિ એ સાંઈ કદા સંસારમાં રે, નહિ પંચે સંસ્થાન;
ગુણ એકત્રીસ એ સમરું ભવિ સિદ્ધનારે, જેહને નિરમલ ગ્યાના સુણી. ૧૧૬૨ સુખ અનંતે રોગ સોગ ભય દુખ નહિ રે, મુગતિશિલા સુખસાર;
યોજન લાખ પિસ્તાલીસ પોહોલી લંબપણેરે, ચંદતણે આકાર. સુણી. ૧૧૬૩ મુગતિશિલા ઉપર ઉચું જે જિન કહિ રે, યોજન ચોવીસમો ભાગ;
અનંત દરસણ બળ ને વીરસ્યું વળીરે; ત્યાંહાં રહે ખુદા નિરાગ. સુણી. ૧૧૬૪ પા. ૧૧૫૯.૨ અચરણ ૧૧૬૨.૨ સમરું નીત્યું ટિ, ૧૧૬૧.૧ ફરસ = સ્પર્શ ૧૧૬૪.૨ વીરજ = વીર્ય