________________
૧૨૬
શ્રાવક કવિ ઋષભદાસકૃત
વાચાળ હેમવિજય પંડિત, ઋષિ કાહનો, કવિતાકાર અને મુખે મીઠા બોલ બોલનાર જગમાલ, પંડિત રામવિજય અને ભાણવિજય, વિદ્વાન કીતિવિજય, હંસવિજય, જસવિજય, “કલ્પદીપિકાના રચનાર પંન્યાસ જયવિજય, પંડિત લાભવિજય ને મુનિવિજય, તેમના શિષ્ય ધનવિજય, પુણ્યવિજય અને જસવિજય આમ અનેક સાધુઓ તેમની સાથે હતા. એક એકથી ચડિયાતા સડસઠ સાધુઓનો પરિવાર છે એમાં કેટલાક વ્યાકરણી, કેટલાક વાચાળ અને કેટલાક વાદ કરવામાં ઊછળી પડનારા મુનિઓ હતા. આ પરિવારમાં ચંદ્રની જેમ હીરસૂરિ ચાલતા ફત્તેહપુર આવ્યા. સૌ લોકો સામે ગયા. થાનસિંગ, માનું કલ્યાણ, અમીપાલ દોશી વગેરે ગુણવાન શ્રાવકો બાદશાહ પાસે આવી ભેટશું ધરી જણાવે છે કે હીરસૂરિ આવી ગયા છે. તમારી રજા હોય તો તેઓ અહીં આવે. બાદશાહનો હુકમ થયો કે તેઓને મહોત્સવપૂર્વક અહીં તેડી લાવો. અને હાથી, ઘોડા, રથ શણગારો, વાજિંત્ર વગડાવો. બાદશાહનો હુકમ થયો તે વખતે સંધ્યાકાળ થયો. હીરસૂરિને આવતા જોઈ લજ્જા પામેલો સૂર્ય નાસી ગયો – અસ્ત પામ્યો.
બીજા દિવસનું પ્રભાત થયું. અને હીરગુરુનાં દર્શન કરવા ઉલ્લસિત થયેલો સૂર્ય માન મૂકીને પ્રગટ થયો અને મહોત્સવ જોવા આકાશમાં રહ્યો. * ભંભા, ભેરી ને વાજિંત્ર રણઝણ્યાં. હાથીઘોડા ને પાલખીનો તો પાર નથી. અઢારે વર્ણ જોવા ઊમટી છે. નરનારીઓએ પણ ઋદ્ધિને વિસ્તારી શણગાર કર્યા છે. હાથમાં વેઢ-મુદ્રિકા પહેરી છે. લોકો મેઘવર્ષાની જેમ દાન દે છે. લગ્ન વખતે જેમ વરવધૂ અગ્નિને પ્રદક્ષિણા દે તેવી રીતે હીરગુરુને સૌ પ્રદક્ષિણા દે છે. તે વખતે જે ઉત્સવ થયો તે, કવિ કહે છે, વર્ણવ્યો જાય તેમ નથી. નગર નજીક આવતાં શુભ શુકન થાય છે. કુંભ-વૃષભ સામે મળે છે. ધજાપતાકા, માટી, દહીંનાં દર્શન થાય છે. સ્ત્રીઓ મંગલ ગીતો ગાય છે.
૧૦૭૩
સોળ સહિત સાહેંલી , તુરી અઠારહ લખ;
અપણે ખુદાકે કારણે, છોડ્યા સહેરબ લ.... ૧૦૭૧ હિંસા નૃત ચોરી મિથુન, પરિગ્રહ દોષ અનેક;
નિશિભોજન નિંદા નહીં, ટાળો ધરી વિવેક. ૧૦૭૨ પરનિંદા સ્તુતિ આપણી, લોલુપ કામ કષાય; વિમળ કહે એ પંચથી, પુણ્ય ફકીરી જાય.
(ચોપાઈ) ખુસી થયો ત્યારે પાતશાય, કરી વખાણ વાળ્યો ઉવઝાય;
ઉપાસરે આવ્યા જેણિ વાર, હરખ્યા શ્રાવક અતિહિ અપાર. ૧૦૭૪ વાજાં વાગે ગંધ્રપ ગાય, સહુકો મિલીને સાતમા જાય; •
તુંગીઆ નગરી શ્રાવક જેમ, ગુરુને વંદન ચાલ્યા તેમ. ૧૦૭૫ ટિ. ૧૦૭૧.૧ તુરી = ઘોડા