________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૨૩
ગોશાળાએ કરેલા વીર પ્રભુના અપમાનને સહન ન કરનાર સુનક્ષત્ર મુનિએ પ્રાણનું બલિદાન આપ્યું. પૂર્વના પુણ્યથી પ્રેરાયેલા જેઓ ગુરુની ભક્તિ કરે છે તેઓને અહીં લક્ષ્મી મળી છે અને ભવિષ્યમાં મળવાની છે. તે માટે ગુરુ જગતમાં સારભૂત છે; લાખ સુખને આપનાર તથા હજારો દુઃખોને મુકાવનાર છે.
નાસ્તિક પ્રદેશી રાજાએ નરકમાં જવા માટે જાણે કોલકરાર કરી દીધા હતા, પણ શ્રી કેશી આચાર્ય મહારાજના સમાગમથી એકદમ પરાવર્તન પામ્યા. છઠના પારણે ૩૯ છઠ કરી સમાધિપૂર્વક મૃત્યુ પામી સૂર્યાભદેવ તરીકે ઉત્પન્ન થયા.
તે માટે બાદશાહને નક્કી મળીશું. શ્રાવકો કહે છે કે આ વિચાર સાચો છે. પછી તેઓ અબ્દુલ ફજલને મળ્યા અને કહ્યું કે “હીરવિજયસૂરિના શિષ્યમુનિઓ આવ્યા છે અને તમને મળવા ઈચ્છે છે.” તેમણે કહ્યું. “ભલે, બોલાવો.” પછી વિમલહર્ષ ઉપાધ્યાયજી પંન્યાસ સિંહવિમલજી, ધર્મશી ઋષિ અને મુનિ ગુણસાગરની સાથે અબ્દુલફજલ પાસે ગયા. તેણે વંદના કરી કુશલ સમાચાર પૂછયા. પછી વિમલહર્ષ ઉપાધ્યાયે અબ્દુલફજલને પ્રશ્ન કર્યો કે, “અમે તો ફકીર છીએ. ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરીએ છીએ. એક કોડી પણ પાસે રાખતા નથી. પગે ચાલીને પૃથ્વી ઉપર ફરીએ છીએ. મંત્રયંત્ર કાંઈ જાણતા નથી. તો બાદશાહે અમને શા કારણથી બોલાવ્યા છે ?”
તે સાંભળી શેખ કહે છે કે “ધર્મકથા સાંભળવા માટે બાદશાહે તમને બોલાવ્યા
આ વાત જ્યારે ચાલતી હતી ત્યારે મોહોરદાર શાહી શેખને મળવા આવ્યો. શેખને મળીને તે ગયો ત્યારે તેના મનમાં વિચાર આવ્યો કે આ બાદશાહને જઈને વાત કરશે. તો એ વાત કરે એના પહેલો જ બાદશાહને મળવા લઈ જાઉં તો મારો મુજરો ગણાશે. એમ કહી તે ઉપાધ્યાયજી આદિને લઈને બાદશાહ પાસે આવ્યો.
ઉપાધ્યાયજી આદિને જોઈ બાદશાહ ઘણો ખુશ થયો. પ્રણામ કર્યા. ગાલીચાનો છેડો વાળી બાદશાહ ચાલીને ઉપાધ્યાયજી પાસે આવ્યો. વંદન કરી હીરગુરુના કુશળ સમાચાર તથા તેઓ ક્યારે આવવાના છે તે સમાચાર પૂછ્યા. ઉપાધ્યાયજી કહે, “તમને ધર્મલાભ કહ્યા છે તથા તેઓ કાલે કે પરમ દિને અહીં પધારશે.” સાંભળી બાદશાહ ખુશ થયો. પછી ઉપાધ્યાય વિમલહર્ષ, પંન્યાસ સિંહવિમલ, ઋષિ ધર્મશી તથા મુનિ ગુણસાગર એ ચારેયનાં તથા એમનાં માતાપિતાનાં નામઠામ પૂછી શા કારણે દીક્ષા લીધી તે પૂછ્યું. ઉત્તરમાં કહ્યું કે “આત્માને માટે દુઃખકર એવાં જન્મ-જરા-મરણને ટાળવા માટે સંસારને છોડી અમે સાધુ થયા છીએ. સંસારને છોડ્યા વિના કોઈ એનો કિનારો પામી શકતા નથી.”
| (ચોપાઈ) સુણી દેસના નવે નિધાન, સબળો રીઝયો રાય સુલતાન;
અસ્સો ધર્મ સુયો નહિ કદા; વિપ્રાદિક લેવાના સદા. ૧૦૪૬ સુધો પંથ કિહાં નવિ લહ્યો, ભલો ધર્મગુરુ હીરે કહ્યું;
મેં તો ધર્મ કસ્યો નવિ કર્યો, પાપ કરી ઘટ પોતે ભર્યો. ૧૯૪૭