________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૨૧
તથા જે એમ કહે કે મારે ઘેર આવતા નહીં તેના ઘેર જાય નહીં. જેના ઘરની જાણકારી ન હોય તેના ઘરે પણ જાય નહીં. આ સાધુનો માર્ગ છે.
વળી સાધુ જીવોની યતના (જયણા) કરે, હંમેશાં સાચું બોલે, વણઆપેલું લે નહીં, સ્ત્રીથી અળગો રહે તથા એક કોડી (પરિગ્રહ) રાખે નહીં. રાત્રિભોજન કરે નહીં, બીજાને સુખ થાય તેમ કરે, કોઈ મારે તો પણ તેના ઉપર ક્રોધ ન કરે. સાધુનો આ આચાર છે. એને જે કોઈ આદરે તે નિશ્ચિત મુક્તિપંથ પ્રાપ્ત કરે.”
(ઢાળ ૪૪ – પ્રણમું પાસ કુમાર રે - રાગ ગોડી) પિંડેસરા અધ્યયન રે, ભાખ્યું પાંચમું;
ભીખ્યા કાર્લિ જઈ રહે એ. ૧૦૨૯ મૂછ ન ધરે સાધ રે, આહાર તણે વિષે;
ગામ નગરિ કરે ગોચરી એ. ૧૦૩૦ હળુઓ પંથિ જાય રે, વિગર પણું નહિ;
ધુંસર પ્રમાણિ તે જુએ એ. ૧૦૩૧ બીજ હરી કિડાય રે, માટી વરજતો;
કીડી પ્રમુખનિ તે જુએ એ. ૧૦૩૨ ખીલો ખાડ કચરાય રે, લાકડઈટ જિહાં;
મારગ છતે તિહાં નવિ ચલે એ. ૧૦૩૩ ગણિકાવાડો જ્યાંહિ રે, સાધ ન સંચરે;
પરિચય શીળ ન રહે કદા એ. ૧૦૩૪ શ્વાન સૂઆવડી ગાય રે, સાંઢિ સહ્યાણથી;
ગજબાલકથી રહે ખસી એ. ૧૦૩૫ કલહ યુદ્ધ વર્લ્ડ હરે, ઊંચું મ મ જોએ;
અતિ નીચું નવિ નિરખીએ એ. ૧૦૩૬ હરખે મ મ ચાલેહ રે, આકુળ વ્યાકુળ; ' ઈદ્રિ વસિ કરી ચાલીએ એ.
૧૦૩૭ ઉદકતો મ મ હીંડ રે, વિગથા હાસ્ય નહિ;
મુનિ પંથે એતાં તજે એ. ૧૦૩૮ ગોરી ન નિરખે સાધ રે;
ખાતરથી ગાડું, ગોખ દ્વાર જોવે નહીં એ. ૧૦૩૯ ન જુએ પાણીહારી રે, રાજભુવન નહીં;
મંત્રી તલાર ઘરે નહિ એ ૧૦૪૦ પા. ૧૦૩૮.૨ વલી પંથે ૧૦૩૯.૧ યોષિતા ન ૧૦૩૯.૨ બાર સાહમું ટિ. ૧૦૨૯.૨ ભીખ્યા = ભિક્ષા, ગોચરી ૧૦૩૮.૧ વિગથા = વિકથા