________________
૧૧૬
શ્રાવક કવિ અષભદાસકૃત
સુંદર ગભારો તૈયાર થયો ત્યારે તેમાં જે ધન લાગ્યું તે ઓછું લાગતાં સલાટને કહ્યું કે “સોનાનો પ્રાસાદ બનાવો; જાણે ઈન્દ્રપુરી હોય તેવો.” તે વખતે મંત્રીઓ તેને રોકે છે. કહે છે, આગળ ખરાબ કાળ આવવાનો છે. તો સોનાનો પ્રાસાદ કઈ રીતે રહી શકશે ? માટે આરાસણની ખાણોને ખોદાવો. તેમાંથી સફેદ સુંવાળો પથ્થર લાવો. બરાબર (સોના) રૂપા જેટલું જ પડશે. તે સાંભળી વિમલ વિચારે છે કે “એમનું કહેવું સાચું છે.” પછી એને ચકચકિત કરી, નકશીકામ કરી ભેગા થયેલા સબળ પુરુષો દ્વારા સુંદર મંડપ-સ્થંભ બનાવ્યા ને એમાં સુંદર-મનોહર કોતરણી કરી. વળી એમાં તોરણ-પૂતળી કરી અને ફરતી દેરીઓ બનાવી. સુવર્ણકળશ અને ધ્વજદંડ જોઈને સૌનું મન મોહે છે. સબળ-સરસ કોતરણી જોઈને વિમલ સલાટોને કહે છે,
હવે આમાં કોતરણી થાય ખરી ?” ત્યારે કારીગરો કહે છે “કારણી કરતાં જે ભૂકો નીકળે તેના બરાબર ચાંદી લઈએ.” વિમલ કહે, “ભલે, તે આપીશું. પણ વિવિધ પ્રકારની કોતરણી કરો.” અને જ્યારે એમ થયું ત્યારે વિમલે) તોલીને રૂપું આપ્યું. પછી વિમલ પૂછે છે “હવે આગળ તમારી કળા ચાલે ?” સલાટ કહે છે “જો ભૂકા બરાબર સોનું આપો તો થાય.” વિમલ હર્ષ પામ્યો. કોતરણીનું કામ ચાલુ રાખવા કહ્યું. અને ભૂકા બરાબર સોનું આપવાનું કહ્યું. કારીગરો પ્રેમથી કારીગરી કરે છે ને ભૂકો કાઢીને એટલું જ સોનું મેળવે છે. (વિમલ) પૂછે છે, “હવે કાંઈ કારીગરી થાય ?” ત્યારે કારીગરો ના પાડે છે. વિમલરાય ત્યારે આનંદ પામે છે ને શ્રી ઋષભદેવની મૂર્તિ તેમજ અન્ય બિંબો ભરાવે છે. આ. શ્રી ધર્મઘોષસૂરિને ત્યાં બોલાવીને પ્રતિષ્ઠા કરાવે છે. જલધારા વરસે એમ દાન કર્યું – ધન વાપર્યું.
આ જોઈને વિમલરાયનો ભત્રીજો દશરથરાય ખુશ થયો. તે ખોળો પાથરી હાથ જોડી વિમળને કહે છે “તમો કહો તો ગજશાળા બનાવું. એટલે મને અપાર આનંદ થાય.” આમ આજ્ઞા લઈને તેણે ઋષભદેવની આગળ હાથી બનાવ્યા. વચમાં એક અશ્વ બનાવ્યો. જેના ઉપર વિમલને વિવેક ધરીને ચઢાવ્યો. હાથમાં છત્ર ધરીને ભત્રીજો વિમલના સંગમાં ઊભો છે. વિમલના મનોરથ પૂર્ણ થયા. મંદિરના નિર્માણમાં એણે જે ધન ખ તે અકથ્ય છે. આ મંદિરનિર્માણમાં બાવન લાખ પીરોજીનાં દોરડાં તૂટ્યાં (વપરાયાં). એ પ્રાસાદનો વૃત્તાંત જેણે સાંભળ્યો નથી તે આ ભવ હારી ગયો, ગર્ભાવાસમાં જ બેસી રહ્યો. મંદિરમાં પ્રવેશીને જે ભગવાનને જુહારે છે તે ધન્ય છે. એને જોતાં ભૂખ્યાની ભૂખ ચાલી જાય છે. એ જોઈને કોઈ ત્યાંથી ખસતું નથી. એને જોઈને મેરુ પર્વત લાજીને દૂર જતો રહ્યો. અને ઈદ્રભુવન આકાશે ગયું. પુણ્ય હોય તો ત્યાં જવાય અને થોડું ખાઈને પણ ત્યાં રહેવાય. વિમલનો અવતાર ધન્ય ધન્ય છે કે આવું નિર્માણ કરી પાર પામ્યો અને વિમલ નામને વિશેષ વિમલ – ઉર્વીલ કર્યું. એણે અતિશય પુણ્યપ્રાપ્તિ કરી. (ઢાળ ૪૩ - હું આજ એકલી નિંદ ન આવે રે - એ દેશી) વિમળ રાખી વાણિગ મામો રે, ચલાવ્યું દેહરા કેરું કામો રે;
હુઓ ગંભારો સુંદર જ્યારે રે, બેઠું ધન થોડું લહ્યું ત્યારે રે. ૯૮૭