________________ શ્રી હીરવિજયસૂરિરાસ 111 ગુણ ગાય છે. ખંડિયો બનાવેલો ભીમ પણ બહુ માન આપે છે. સાત છત્ર અને ચામર આપીને તેણે પ્રધાનને મોકલ્યા. - તે પછી વિમલને ત્રણ દેવી પ્રગટ થઈ. અંબા, પદ્માવતી અને ચક્રેશ્વરી. અંબાએ ખુશ થઈ પાંચ કોશ બાણગતિ અને સિંહનાદ આપ્યાં. પદ્માવતીએ વીસ હાથીનું બળ આપ્યું. ચક્રેશ્વરીએ પ્રસન્ન થઈ લક્ષ્મી આપી. પછી વિમળરાજાએ ઘણી લક્ષ્મી વાપરી. શત્રુંજયનો સંઘ કાઢી સંઘવી બન્યા. અને ગિરનાર ગઢની પણ યાત્રા કરી. દુહા) વિમલરાય બઈઠો તહિં, મળી સુભટની કોડિ; સકળ દેશ લીધા સહિ, નહિ કો વિમલની જોડી. 942 બાર રૂમ લીધા સહિ, અસુર નમાવ્યા પાય; મુગલા હબસી કાબલી, વિમળ તણા ગુણગાય. 943 બંધી કર્યો જેણે ખંડીઓ, ભીમ દીએ બહુ માન; સાત છત્ર ચામર દેઈ, મોકલ્યા જેણે પ્રધાન 944 ત્રણ્ય દેવી પરગટ હુઈ, અંબાઈ દૂસે; પંચ કોસ બાણ જ વહે, સિંઘનાદ આપેહ. 945 પદમાવતી ગજ વીસનું, આપે પ્રાક્રમ સાર; ચક્રેશ્વરી લચ્છી દીએ, તૂઠી વિમલકુમાર. વિમલે લચ્છી બહુ વાવરી, શેત્રુજે સંઘવી થાય; ગઢ ગિરનારે જઇ કરી, આવ્યા વિમલ સુરાય. 947 રાજસુખ ભોગવતાં રાજા વિમલને એક દિવસ સ્વપ્ન આવ્યું. જેમાં એણે હાથીને કાનથી પકડ્યો. ગુરુ મહારાજને આ વિશે વાત કરે છે. ગુરુ કહે છે, “સ્વપ્નના ફળ તરીકે સંતાનપ્રાપ્તિ કે તીર્થોદ્ધાર જેવું મોટું કામ તમારા હાથે થશે.” તે સાંભળી રાજા આનંદ પામ્યો. ગુરુ ધર્મકથા કહે છે : એકવીસ ગુણ જેમાં હોય તે મુક્તિનો ઉપાય સાધે છે. શ્રાવક ત્રણ તત્ત્વ દેવ-ગુરુ-ધર્મ અથવા જ્ઞાન-દર્શન-ચારિત્ર) તથા બાર વ્રત ધારણ કરે. ચૌદ નિયમ સંભારે, અભક્ષ્ય આહાર કદી કરે નહીં. પછી ગુરુએ અઢાર પાપસ્થાનકનું સ્વરૂપ વર્ણન કરીને સમજાવ્યું. તે સાંભળતાં વિમળ રાજાની આંખો અશ્રુ સારવા લાગી. તે કહે છે, “ગુરુ મહારાજ, મને આલોયણા આપો. અને દુર્ગતિએ પડતાં રાખો. પાપો કરી કરીને હું થાક્યો છું. તમે ગુણવંત ગુરુભગવંત મને મળ્યા છો. હું પહેલાં ચેત્યો નહીં. હવે તમે મને તારો.” “તમે તો ઘણાં પાપ કર્યો છે. તમને હું શી આલોયણા આપું ? કેટલાંયે નગર તમે બાળ્યાં, ઉજાડ્યાં અને બાળવિયોગ અને સંહાર કર્યો. સિદ્ધાંતમાં કહ્યું છે કે જ્યાં પા. 945.1 સહીઈ ઠાઈ તું સેહ ટિ. 945.1 અંબાઈ તૂનેહ = અંબા પ્રસન્ન થઈ 946