________________
૯૨
શ્રાવક કવિ ઋષભદાસકૃત
કરી તસલીમ નિ વાત પ્રકાશે, કૈસા મૂહરત દીના;
સુણી પાતશા મુખમાં મારે, મુખ વાંકા તસ કીના. ૭૭૯ વેશ પહિન ક્યા મહુરત દીના, કેતા ખુન મેં કીના;
મિં દોજખકા હુઆ વિભાગી, ઉસ મિ બાટા લીના. ૭૮૦ આઓ મિલ્યા કયા હર્ષ ધરતા, કયા ખૂબી તિ કીની;
દોઝખ કુંડી પીછિ પાવે, અવલ શિખ્યા મિં દીની. ૭૮૧
પાપભીરુ એવો અકબર જગતનું સબળ સ્વામીપણું પામ્યો, દેશદેશના નરપતિઓ આવીને તેને નમસ્કાર કરે છે.
કુંભમાં જેમ કામકુંભ અને ગાયમાં જેમ કામધેનું શ્રેષ્ઠ છે તેમ સર્વ રાજાઓમાં અકબર મોટો – શ્રેષ્ઠ છે. વૃક્ષમાં જેમ કલ્પવૃક્ષ, પથ્થરમાં જેમ હીરાખાણ અને જલમાં જેમ ગંગાનીર શ્રેષ્ઠ છે તેમ મુગલમાં અકબર શ્રેષ્ઠ છે. એવો અકબર ચારે દિશામાં ફરે છે ને બધા રાજાઓને વશ કરે છે. તે જીતીને પાછો ફરે છે ત્યારે વાજતેગાજતે આગ્રામાં પેસે છે. જયમલ અને પતા એ બન્ને પ્રધાનોના ગુણને મનમાં ધારણ કરે છે. એના જેવા શૂરવીર બીજા કોઈ નથી. પથ્થરના બે હાથી બનાવી તેના ઉપર જયમલ અને પતાને બેસાડે છે. ગઢમાં પેઠા પછી જયમલ અને પતાને કહ્યું કે અમને ગઢ આપ. ત્યારે તેણે કહ્યું કે હું ગઢ નહિ આપું પણ લડાઈમાં લડીને જગતમાં નામ રાખીશ.” આવા જયમલ અને પતા બન્ને આમ તો અકબર બાદશાહના વૈરી હતા. પણ તેમનામાં શૂરવીરપણાના ગુણને લીધે દરવાજા ઉપર તે બન્નેની મૂર્તિ બનાવી.
તે નારી, તે કવિરસ અને તે વીણાના સ્વરથી શું કે જેમાં મન, તન અને લોચન લાગવાથી માથું ધૂણવા નથી લાગતું ! જેને સાંભળીને ચિત્ત ચમકી જાય, માથું ધૂણવા લાગે અને રોમરોમની અંદર ઉલ્લાસ પામી જાય તોયે નિર્ગુણી આત્મા બીજાના ગુણને મુખેથી બોલતો નથી.
અકબર બાદશાહના મુખેથી ગુણ બોલાયાથી જયમલ અને પતાની શોભા વધી ગઈ. આગ્રા ગઢના દરબારમાં એ બન્નેને હાથી ઉપર બેસાડ્યા.
પછી બીજા પણ દેશ જીત્યા, ગઢ લીધા અને બધે ફતેહ મેળવી. તેમજ એકછત્રી તરીકે બધા તેમને નમવા લાગ્યા. તેથી સીકરી નગરનું ફત્તેપુર નામ રાખ્યું.
જેને ફરતો સોળ ગાઉનો ગઢ છે તથા પાસે ડામર નામનું બાર ગાઉના ઘેરાવાવાળું તળાવ છે, જેમાં માછલાંનો પાર નોતો. વાડી, વન અને બગીચા પણ ઘણાં છે. એવું મોટું ફત્તેપુર ગામ છે.
જ્યાં ચોર્યાશી ચૌટાંમાં ઠેરઠેર લોકો હસતાં હસતાં દાન દેતા, જાણે સ્વર્ગનગરી વસી હોય એવું લાગે, ત્યાં સુલતાન અકબરશાહ રાજ્ય કરે છે. તે હરણાંનો શિકાર કરે છે. તેને કેવી રીતે મળીશું અને એને મળ્યા પછી આપણી લાજ કઈ રીતે રહેશે. વળી એકે કહ્યું કે “એને મળવાની તો વાત જ શી ? એ તો સ્ત્રીઓની સાથે વિલાસમાં પોતાનો સમય પસાર કરે છે. અન્તઃપુરમાં સોળસો સ્ત્રીઓ છે. જાણે તે સ્વર્ગપુરીથી આવી હોય તેવી રૂપાળી અને ચંદ્રના જેવા મુખવાળી છે.