________________ 102 શ્રાવક કવિ ઋષભદાસકૃત એનાથી ગુર્જરસંઘના મનોરથ ફળ્યા. હીરગર ત્યાંથી સરોત્તર થઈ રોહ પધાર્યા. અહીં સહસાઅર્જુન નામનો ભીલોનો ઉપરી રહેતો હતો. તેણે હીરગુરુના ચરણે પ્રણામ કર્યા. તેની આઠ સ્ત્રીઓએ પણ હીરગુરુનાં લૂંછણાં કર્યો. વળી ઘોડા પાલખી આગળ ધરીને તે સ્વીકારવા આગ્રહ કરે છે. કહે છે, “આપ સ્વીકારો તો અમારો ઉદ્ધાર થાય. અમે તો ઘણા પાપી છીએ અને ધર્મના મર્મને જાણતા નથી અને કાંઈ ધર્મ પણ કર્યો નથી. તમારા દર્શનથી અમને પુણ્ય થયું. અને પૂર્વનું પાપ દૂર થયું.” હીરગુરુ કહે છે, “સાધુનાં દર્શનથી અપાર ફળ હોય જ. પણ ઘોડા-પાલખી લેવાનો અમારો આચાર નથી.” પછી સહસાઅર્જુન કહે છે, “તો ઘી-દૂધ-દહીં તો લો.” હીરગુર કહે કે “રાજપિંડ અમને કલ્પતો નથી. તમે રેયતની રક્ષા કરો છો તેનાથી તમને પુણ્યની પ્રાપ્તિ ઘણી થાય છે. એક મોટું દાન તમે આપો કે જંગલમાં નિરપરાધી કોઈ જીવને હણવો નહીં. આ પ્રતિજ્ઞાનું તમે સદા પાલન કરો.” - સહસાઅર્જુને ત્યારે કહ્યું કે “તમારો સુંદર ધર્મ અમને બતાવો. શું આદરવું ને શું છોડવું ?" ત્યારે હીરગુરુ કહે છે, “છજીવનિકાય અધ્યયનમાં જે કહ્યું છે તે પ્રમાણે પાળે તે આ જગતમાં સાચો સાધુ છે. તે છે જીવનિકાયને ઓળખે અને સચિત્તભક્ષણ ન કરે. પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ ષકાયની હિંસા મુનિ ન કરે. અગ્રમૂળ, બીજ, બીજબંધ, બીજરૂહ સંમૂર્છાિમ વગેરેનો ભેદ જાણે. અંડજ, પોતજ, જરાયુજ, રસજ, સંસેઈય, સંમૂર્ણિમ, ઉવવાઈ તથા પરસેવાથી જે ઉત્પન્ન થાય છે એમ છ કાયને ઓળખતો સાધુ આરંભ કરે નહીં - કરાવે નહીં, અને કરતાંની અનુમોદના ન કરે. આ પ્રમાણે પહેલું વ્રત પાળે. બીજા વ્રતમાં ક્રોધ, લોભ, ભય, હાસ્ય અને માનથી જૂઠું બોલે નહીં. ત્રીજા વ્રતમાં ગામ, નગર કે જંગલમાં કોઈએ ન આપેલી ચીજ અલ્પ પણ લે નહીં. ચોથા વ્રતમાં દેવ, મનુષ્ય અને તિર્યંચ એ ત્રણ સંબંધી વિષયસેવનનો ત્યાગ કરે. ફરતી શિયળની નવ વાડ પાળે જેથી કામની ધાડ પ્રવેશે નહીં. પાંચમા વ્રતમાં સચિત્ત કે અચિત્ત, થોડું કે વધારે, કોઈ પણ પ્રકારનો પરિગ્રહ રાખે નહીં. છઠ્ઠા વ્રતમાં રાત્રિએ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ આ ચારે આહારનો ત્યાગ કરે. પૃથ્વી, પાણી, તેલ, વાઉ, વનસ્પતિ અને ત્રસ - આ છ કાયની જે વિરાધના ન કરે તે સાચો માર્ગ આદરી શકે. જમીનમાં લીટી પણ ન કરે, જળના જીવની વિરાધના ન કરે. વસ્ત્ર આમળે નહીં તથા તેને તડકે ન ધરે, અગ્નિ પેટાવે નહીં, વીંઝણો, પાન, પંજણી કે વસ્ત્ર - કશાથી પવન નાખે નહીં વૃક્ષનું પાંદડું ચૂંટે નહીં. બીજ - અંકુરને અડે નહીં, ત્રસકાયમાં કીડી, કંથુઆ વગેરે શરીરે ચડ્યા હોય તેને પૂંજે તથા પાટી-પાટલા ઉપર જે કુંથુ જીવ લાગ્યા હોય તેને પૂછીને એક જગાએ મૂકે. જયણા કરવાથી પુણ્ય થાય અને અજયણાથી ઘણા માણસો ડૂબી ગયા. તેનાં ફળ ઘણાં કડવાં છે. સાચો સાધુ તે આદરે નહીં. સકલ વસ્તુમાં જે માણસ જયણા કરે છે તે સાધુ તરી જાય છે. દશવૈકાલિકમાં “કહે ચરે....' આ ગાથાથી પ્રશ્ન કરવામાં આવ્યો છે એનો જયંચરે...' એ ગાથાથી ઉત્તર આપવામાં આવ્યો છે. પ્રશ્ન : સાધુ કઈ રીતે ફરે, ઊભો