Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાય જણાવવામાં આવતા. મકાનના વર્ણનમાં એરડા કરે પછીત ખડકી પરસાળ એક માંડવી ઓટલે વડા મેડી નળી ખાળ વગેરે તેમજ આવવા-જવાને માર્ગ, નેવાંનું પાણી જવાને માર્ગ, બારીબારણું મૂકવાને હક, વગેરે વિગત આપવામાં આવતી. છેવટમાં ખેતરની જમીનનું માપ વીઘામાં આપી એને આકાર (વિટી) તથા સર્વ–નંબર આપવાની પ્રથા પણ પ્રચલિત થઈ.
ખતપત્ર પરથી એ સમયે જમીન તથા ઘરના વેચાણમાં કે ગીરમાં એની જે કિંમત ગણાતી તે પરથી એના દરને ખ્યાલ આવે છે. એક ખતપત્રમાં એક મકાનનું ભાડું વાર્ષિક રૂપિયા ચાર ગણુવ્યું છે. ૧૫ રકમ સ%ાઈ ચલણી રોકડા રૂપૈઆમાં ચૂકવાતી. રકમની સંખ્યા આંકડામાં તેમજ શબ્દમાં દર્શાવતા, એટલું જ નહિ, પછી એની અધી રકમ એ રીતે દર્શાવી એના બમણા–એ રીતેય દર્શાવતા, જેથી એની સંખ્યામાં કેઈ આગળ જતાં ઘાલમેલ કરી શકે નહિ.
ખત પરથી તે તે શહેર કે ગામનાં મહેલ્લો પિળ ચકલા દરવાજા વગેરેની કેટલીક વિગત મળે છે.
આ ખતપત્ર સામાન્યતઃ ગુજરાતી ભાષામાં છે ને એની લીટીઓ સળંગ રેખા નીચે ગુજરાતી લિપિમાં લખાઈ છે, એમાં “ઘર વેચાથી આપું છે” જેવા પ્રયોગ તત્કાલીન લોકભાષાનું સ્વરૂપ દર્શાવે છે. સ્થાવર મિલકતને લગતાં ખતપત્રમાં એ મિલકત પર નવા માલિકને મળતા વિવિધ હક ગણાવવામાં આવે છે તેમજ ‘અભરામ-ન-દાવે” “રાજી-રજામંદીથી” “અત્રમતું” “અત્ર સાખ જેવા પારિભાષિક શબ્દ પણ પ્રયોજાય છે. ખત લખી આપનાર વ્યક્તિ કે વ્યક્તિઓની તેમજ સાક્ષીઓની સહીમાં એ વ્યક્તિઓનાં અક્ષરજ્ઞાન તથા લેખનશૈલી પ્રતિબિંબિત થાય છે, ખત લખી આપનાર વ્યક્તિ નિરક્ષર હોય છે એના કહેવાથી એના વતી કેઈ બીજુ દકત કરતું .
આમ ખતપત્ર તે તે કાલખંડના ઈતિહાસનાં વિવિધ પાસાં વિશે કેટલીક ઉપયોગી માહિતી પૂરી પાડે છે.
૬. અભિલેખે અને સિક્કા પ્રાચીન અને મધ્યકાલની સરખામણએ અર્વાચીન કાલના ઇતિહાસ માટે અભિલેખે અને સિક્કા ઓછું મહત્વ ધરાવે છે, છતાં રાજકીય તથા સાંસ્કૃતિક ઈતિહાસના સાધન તરીકે એ ઠીક ઠીક ઉપયોગી છે. અભિલેખે .
ભૂમિદાનશાસન તામપત્ર પર તરાવી આપવાની પ્રથા લાંબા કાલથી લુપ્તપ્રાય હતી. પૂર્તનિમણને લગતા શિલાલેખ સંખ્યામાં અગાઉ કરતાં ઓછા લખાતા ને