Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાળ
જ્ઞાતિને લગતા કેટલાક ગ્રંથ આ કાલ દરમ્યાન પ્રકાશિત થયા. २४ આ કાલની પ્રજાના અભ્યાસમાં આ સમકાલીન ગ્રંથે! ઠીક ઠીક ઉપયેાગિતા ધરાવે છે. પારસીઓ ગુજરાતમાં આવી વસ્યા ત્યારથી માંડીને તેની અગત્યની પ્રવૃત્તિઓની જે માહિતી ઉપલબ્ધ થઈ તેને વર્ષીવાર સાંકલિત કરી ‘પારસી પ્રકાશ'ની ગ્રંથમાળારૂપે પ્રકાશિત કરવામાં આવી. એનું દફતર ૧ લું શ્રી બહુમનજી ખેહરામજી પટેલે ૧૧ ભાગમાં તૈયાર કરી એમાં ૧૮૬૦ સુધીના બનાવાની નોંધ કરી, જે ૧૮૭૮૧૮૮૮માં પ્રકાશિત થયા. ૧૯૧૪ સુધીનાં એના પછીનાં દફતર બહાર પડતાં એ પછી લગભગ ૫૦ વર્ષ લાગ્યાં.
જ્ઞાનપ્રસારક મડળી તરફથી ગુજરાતી ભાષામાં જ્ઞાનકેશ તૈયાર કરાવાયે. શ્રી રતનજી ફરામજી શેઠનાએ ૧૫ વર્ષના પુરુષાર્થથી તૈયાર કરેલા એ ક્રેશ ‘જ્ઞાનચક્ર' નામથી ૧૮૯૯–૧૯૧૨ દરમ્યાન ૯ પુસ્તકામાં પ્રકાશિત કરાયા. એમાંનાં કેટલાંક અધિકરણામાં આ કાલના ઇતિહાસને લગતી માહિતીના સમાવેશ થાય છે.
શેઠ વલભદાસ પોપટભાઈ મહુવાકરે સૌરાષ્ટ્ર ચિન્તામણિ' નામે પુસ્તક-(૧૯૧૪)માં ૧૮૫૦ થી ૧૯૦૯ સુધીનાં સાઠ વર્ષ ના સૌરાષ્ટ્રના શૈક્ષણિક ઇતિહાસની રૂપરેખા આલેખી છે, તે ગુજરાતના આ કાલના શૈક્ષણિક ઇતિહાસ માટે ઉપયાગી છે.
ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ રાજકીય જાગૃતિ, આર્થિક રાષ્ટ્રવાદ અને સંધના કાલ હતા. અંગ્રેજોના સામ્રાજ્યવાદનું અર્થકારણુ સમજવાના પ્રયાસ આ સમયમાં થયા. ખાસ કરીને હિંદી રાષ્ટ્રિય મહાસભાની સ્થાપના (૧૮૮૫) બાદ રાજકીય જાગૃતિના પ્રભાવ વધતા ગયા. રાજકીય અને આર્થિક સમસ્યાઓને સમજવાના અને પ્રજાને એ અંગે જાગૃત કરવાના અને માદન આપવાના ગંભીર પ્રયાસે આ સમય દરમ્યાન થયા, જે એ સમયનાં અનેક પ્રકાશનામાં નજરે પડે છે.૨૫
૫. ખતપત્રો
જેમ સરકારી ફરમાના પત્રા કરારા વગેરે તે તે કાલખંડના રાજકીય તથા રાજત ત્રીય ઇતિહાસ અંગે ઉપયાગી નીવડે છે તે પ્રમાણે સ્થાવર મિલકતનાં વેચાણુ ગીરા વગેરેને લગતાં ખાનગી ખતપત્ર તે તે કાલખંડના સાંસ્કૃતિક તથા કાનૂની ઇતિહાસ માટે ઉપરકારક નીવડે છે.
પરંતુ મુઘલ અને મરાઠા કાલનાં ખતપત્રોની સરખામણીએ બ્રિટિશ કાલનાં ખતપત્ર સંસ્થાકીય સંગ્રહાલયામાં જૂજ સંખ્યામાં ઉપલબ્ધ છે, સ્થાવર મિલકતના