Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સાધન-સામગ્રી
લક્ષમાં લેવા જેવી છે. એવી રીતે કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈએ રત્નમાલ અને ગુજરાતનાં રાજ્યા તથા રાજવંશીઓની તવારીખાના સંગ્રહ' (૧૯૦૩) કરેલા. તેમાં જૂના ચેપડા તથા ઈતકથા ઉપરથી આ પેલા કેટલાક વૃત્તાંત આ સમયનાં રાજાએ–રજવાડાંને લગતા છે.
૧૫
કાઠિયાવાડના ડેપ્યુટી આસિસ્ટન્ટ પેલિટિકલ એજન્ટ શ્રી ધનજીશાહ હારમઝજી કડાકાએ ૧૮૭૧ માં કાઠિયાવાડ ડીરેકટરી' ભાગ ૧-૨ માં સરકારી દસ્તાવેજોના પ્રકારની વિપુલ માહિતી આપેલી, એને ભાગ ૩ ૧૮૯૬ માં અને ભાગ ૪ ૧૯૦૭માં બહાર પડયો; સૌરાષ્ટ્રના રાજકીય તથા વહીવટી ઇતિહાસ માટે એમાં દસ્તાવેજી માહિતી વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે.
૧૮૮૫ માં મુંબઈ સરકારે ગુજરાત તાલુકદારી ખિલ' બહાર પાડી અને લગતા ધારા પસાર કર્યા ત્યારે પેશવાએ ૧૮૦૨માં બ્રિટિશ સરકાર સાથે કરાર કર્યા ત્યારથી માંડીને ૧૮૬૨ માં તાલુકદારીને લગતા ધારા મંજૂર થયેલા તેને લગતા સ` દસ્તાવેજી માહિતીના સંગ્રહ શ્રી લીલાધરદાસ હરખચંદે . તૈયાર કર્યા.૨ એ પ્રકાશન (૧૮૯૧) ગુજરાતના તાલુકદારાના હક વિશે દસ્તાવેજી માહિતી પૂરી પાડતું હાઈ એ સમયના વહીવટી ઇતિહાસ માટે ઘણું ઉપયાગી ગણાય.
૧૮૯૫ માં શ્રી જેઠાલાલ બાવાભાઈ મહેતાએ બહાર પાડેલી ‘રાધનપુર ડીરેક્ટરી'ના ભાગ ૧ માં ત્યાંના ખાખી વંશની તવારીખ તથા વંશાવળી સહિત એ રાજ્યાના ઇતિહાસ આલેખ્યા છે તે ભાગ ૨ માં એ રાજ્યને લગતા મહત્ત્વના દસ્તાવેજોના સંગ્રહ આપ્યા છે. આથી આ ડિરેકટરી રાધનપુર રાજ્યના રાજકીય તથા વહીવટી ઇતિહાસ માટે ઉપકારક બની છે. શ્રી દામેાદર રેવાદાસ શાહે તૈયાર કરી ૧૯૦૫ માં બહાર પાડેલી તે મહીકાંઠા ડીરેકટરી' એવી રીતે મહીકાંઠાનાં દેશી રાજ્યાના ઇતિહાસ તથા મહીકાંઠા એજન્સીને વૃત્તાંત નિરૂપી એને લગતા અગત્યના દસ્તાવેજોના સંગ્રહ રજૂ કરે છે.
એક વિદેશી પ્રકાશક સંસ્થા તરફ્થી જોન હ્યુસ્ટને તૈયાર કરેલા “Representative Men of the Bombay Presidency'નામે સચિત્ર ગ્રંથ ૧૮૯૭ માં પ્રકાશિત થયા, જેમાં ગુજરાતના અનેક નામાંકિત રાજાએ ઢાકારા દાનવીરા મુત્સદ્દી અને અન્ય અગ્રગણ્ય રહેવાસીઓની છંખીઓ સહિત જીવનરેખા આલેખવામાં આવી છે. આ જીવનરેખાએ એ કાલના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસના નિરૂપણમાં ઠીક ઠીક ઉપયાગી નીવડે છે.
જ્ઞાતિએ અને ક્રમાના કેટલાક અભ્યાસ આ કાલ દરમ્યાન થયા, જેમાં પારસી ખાજા કાળી-પરજ લેગ્મા-કણુખી નાગર વાણિયા માઢ વગેરે કામે। અને