Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સાધન-સામગ્રી
૧
.
ઇતિહાસ માટે ને જૂનાગઢ ઉપરકેટ ગિરનાર વેરાવળ સોમનાથ માંગરોળ વગેરેને લગતાં પ્રકરણ ધાર્મિક તથા પુરાતત્વીય ઇતિહાસ માટે ખાસ ઉપયોગી છે.
શ્રી સોરાબજી મનરજી દેસાઈએ ‘તવારીખે નવસારીમાં નવસારીને ૧૯૦૮ સુધીને ઇતિહાસ નિરૂપે, એમાં ૧૯૩૯ સુધીને વૃત્તાંત ઉમેરી ડે. ધનજીભાઈ હે. મહેતાએ એની સુધારેલી-વધારેલી આવૃત્તિ ૧૯૩૯ માં પ્રકાશિત કરી; એમાં એ શહેરની સામાન્ય માહિતી ઉપરાંત ત્યાંના પારસીઓ વિશે વિપુલ માહિતી આપવામાં આવી છે.
શ્રી ગણપતરામ હિંમતરાય દેસાઈએ “ભરૂચ શહેરને ઈતિહાસ ૧૯૧૪ માં પ્રગટ કર્યો; એમાં એ શહેર વિશેની વિવિધ માહિતી આપીને એને પ્રાચીન તથા અર્વાચીન ઈતિહાસની રૂપરેખા તેમજ વહીવટી બાબતની માહિતી આપી છે. એમાંથી ભરૂચના આ કાલના રાજકીય વહીવટી સામાજિક આર્થિક ધાર્મિક અને શૈક્ષણિક ઈતિહાસ વિશે ઠીક માહિતી પ્રાપ્ત થાય છે.
આમ આ કાલ દરમ્યાન જે મોટાનાના ઇતિહાસ–ગ્રંથ લખાયા તે સમકાલીન સાધને તરીકે હજી ઘણે અંશે ઉપયોગી નીવડે છે.
૪. સમકાલીન સહાયક ગ્રંથ આ કાલના ઈતિહાસ માટે સરકારી દફ્તર અને પ, ગેઝેટિયર અને ઈતિહાસ-ગ્રંશે ઉપરાંત કેટલાક સમકાલીન સહાયક ગ્રંથ પણ ઉપયોગી નીવડે છે. આ ગ્રંથે કેટલાક લેખકે દ્વારા વ્યક્તિગત હેસિયતથી લખાયા છે. એ વહીવટ ધર્મ સંપ્રદાય, સામાજિક રીતરિવાજે જ્ઞાતિપ્રથા ધંધારોજગાર વેપાર-ઉદ્યોગ વિશે ઘણી પૂરક માહિતી પૂરી પાડે છે. અહીં એમાંના કેટલાક અગત્યના ગ્રંથની સમીક્ષા કરીએ.
ઑલ્ટર હેમિલ્ટને ૧૮૨૦ માં લખેલા ભારતને લગતા અંગ્રેજી ગ્રંથમાં૧૬ ગુજરાતનાં એ સમયનાં જિલ્લા તાલુકા શહેર તથા ગામની પ્રાકૃતિક ભૌગેલિક સામાજિક તથા વેપાર તેમજ ખનિજ-સંપત્તિ-વિષયક માહિતી આપી છે.
| બિશપ રેજિનાલ્ડ હેબરે ૧૮૨૫ માં કલકત્તાથી મુંબઈ સુધીની જે મુસાફરી કરી તેને વિગતવાર અહેવાલ અંગ્રેજીમાં લખે છે. ૧૭ એમાં ગુજરાતના પ્રદેશની મુસાફરીને સમાવેશ થતો હોઈ એમાં અહીંની એ સમયની ધાર્મિક અને સામાજિક બાબતે પણ આલેખાઈ છે. ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મને ફેલાવો કરાવવાના આશયથી આ બિશપ નડિયાદમાં સ્વામી સહજાનંદને મળ્યા હતા એને પણ એમાં ઉલ્લેખ છે.