Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૦
પ્રસ્તાવના
(૩૬) મૌન એકાદશીના ૧૫૦ કલ્યાણકનું સ્તવન
(૩૭) વિહરમાન જિન વીશીનું સ્તવન
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
(૩૮) શ્રી સીમંધર સ્વામિનું ચૈત્યવંદન
(૩૯) શ્રી સીમંધર સ્વામીનું ૧૨૫ ગાથાનું સ્તવન = જેને હુંડીનું સ્તવન કહેવાય છે
(૪૦) શ્રી વી૨૫૨માત્માનું ૧૫૦ ગાથાનું સ્તવન (૪૧) શ્રી સીમંધર સ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન અંગે ઉપયોગી ભાવો સમજાવ્યા છે. (૪૨) અઢાર પાપસ્થાનકની સજ્ઝાય (૪૩) અગિયાર અંગની સજ્ઝાય (૪૪) અગિયાર ઉપાંગની સજ્ઝાય (૪૫) આઠદૃષ્ટિની સજ્ઝાય (૪૬) અમૃતવેલની સજ્ઝાય (૪૭) આત્મ પ્રબોધની સજ્ઝાય (૪૮) ઉપશમશ્રેણીની સજ્ઝાય (૪૯) ચડતા-પડતાની સજ્ઝાય (૫૦) ચાર પ્રકારના આહારની સજ્ઝાય (૫૧) પાંચ મહાવ્રતોની સજ્ઝાય (૫૨) પ્રતિક્રમણગર્ભહેતુની સજ્ઝાય
જેમાં પ્રતિમાની પૂજાદિ સિદ્ધ કરેલ છે. જેમાં સાધુજીવન અને શ્રાવક જીવનને
=
(૫૩) પ્રતિમા સ્થાપનની સજ્ઝાય (૫૪) યતિધર્મ બત્રીશીની સજ્ઝાય
(૫૫) સ્થાપના કલ્પની સજ્ઝાય (૫૬) સમકિતના ૬૭ બોલની સજ્ઝાય (૫૭) જ્ઞાનક્રિયાની સજ્ઝાય (૫૮) પાંચ કુગુરુની સજ્ઝાય (૫૯) સુગુરુની સજ્ઝાય (૬૦) સંયમશ્રેણીની સજ્ઝાય (૬૧) હરિયાળીની સજ્ઝાય (૬૨) હિતશિક્ષાની સજ્ઝાય
પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીકૃત ગુજરાતી સ્તવનો, સજ્ઝાયો તથા બીજા કેટલાક દુહાઓ વગેરે ગુજરાતી તમામ સાહિત્ય મૂળમાત્ર, ‘ગુર્જર સાહિત્યસંગ્રહ' જિનશાસન રક્ષા સમિતિ, લાલબાગ મુંબઈ તરફથી પ્રકાશિત થયેલ ભાગ ૧-૨માં છપાયેલ છે. ત્યાંથી જોઈ લેવા વિનંતી છે.
આ પ્રમાણે સંસ્કૃત-પ્રાકૃતભાષામાં મૌલિકગ્રંથો, ટીકાગ્રંથો, અને અનુપલભ્ય ગ્રંથો કુલ ૮૧ તથા ગુજરાતી ભાષામાં કાવ્યમય ગ્રંથો-સ્તવનો અને સાયો વગેરે મળીને ૬૨ આમ કુલ ૧૪૩ શાસ્ત્રોનાં નામો ‘ગુર્જર સાહિત્ય સંગ્રહ ભાગ ૧-૨'ના આધારે તથા ‘યશોદોહન’ આદિ પુસ્તકોના આધારે મળી શક્યાં છે. પરંતુ ભક્તિરસિક, પરોપકારપરાયણ, શાસન સમર્પિત અને શ્રુતગંગામાં લયલીન બનેલા એવા ઉપાધ્યાયજી મ.શ્રીએ બીજાં પણ કેટલુંય સાહિત્ય સર્જ્યું હશે કે જેનાં નામો અને તે તે ગ્રંથો નષ્ટ થઈ ગયા હોવાથી આપણને અત્યારે મળી શકતા ન હોય આવું પણ બન્યું હોય. કારણ કે ઉપલભ્ય ગ્રંથો જોતાં તેઓશ્રી નીડરવક્તા, પ્રખરપંડિત અને સત્યમાર્ગ પ્રરૂપક હતા. તેથી શિથિલાચારીઓએ અને વિરોધીઓએ તેમના સાહિત્યનો ઘણો ઘણો નાશ કર્યો પણ હશે. એટલું જ નહીં પરંતુ ઉપાધ્યાયજી મ.શ્રીને ઘણી ઘણી મુશ્કેલીઓ પણ ઉભી કરી હોય. આમ