________________
કરવાથી તરત જણાશે કે આપણે વહેવારૂ ભાષાનો શબ્દ બ ડોળ કેટલે બધે હોય છે? બાળક તે બધું શીખી જાય છે. અલબત્ત તેમાં બાળકની પિતાની પૂર્વ જન્મની ઉપાર્જિત જ્ઞાનની મૂડી હોય છે પણ નાનપણમાં માતા-પિતાના નિમિત્તે તેને ઘણું નવું શીખવાનું મળે છે. અને સમાજ દ્વારા તેને ઘણું વધારવાનું મળે છે.
ત્રીશેક વર્ષ ઉપર અજમેર સાધુ સમેલન વખતે અમારે ખ્યાવર જવાનું થયું. ત્યાં રામપ્રતાપજી શાસ્ત્રી નામના એક પંડિત પિતાની
આઠ અને દશ વર્ષની બે પુત્રીઓને લઈને આવેલા. તેમણે કહ્યું : - “આ બાળાઓને ગીતાને કોઈ પણ લોક પૂછો તો તે કહી શકશે !”
અમને થયું કે એ નહી બેલી શકે.
પણ, જ્યારે અમે એમને પૂછવા બેઠા તે એ છોકરીઓ કડકડાટ લોકો બેલવા લાગી. એક કન્યા તે લોકોને અર્થ પણ કરી દેતી હતી. પંડિતજીને તેનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું કે તેમની માતા નાનપણથી હાલરડાંમાં ગીતાના શ્લોકો જ બાલતી હતી. તેથી તેમને તે યાદ રહી ગયા.
પુરાણમાં મદાલસા રાણીનું એક આખ્યાન આવે છે. તે હાલરડાંમાં પિતાનાં બાળકોને આમજ્ઞાન પાતી હતી :
शुद्धोऽसि बुध्धोऽसि निरंजनोऽसि, संसार माया परिवर्जितोऽसि । संसार स्वप्नं त्यज मोहनिद्रां मदालसा वाक्यमुवाच पुत्रं ॥
“ દીકરા ! તું શુદ્ધ છો, બુદ્ધ છે, નિરંજન છે, સંસારની માયાથી રહિત છે! આ સંસાર એક સ્વપ્ન છે. તું મોહનિદ્રા તજીને જાગૃત થા. આમ મદાલસા પિતાના બાળકોમાં આત્મજ્ઞાન ભરતી. પરિણામે તેના સાત બાળકે થોડાંક મોટા થઈને ત્યાગી બની ગયાં હતાં. તેમને નાનપણમાં સાંભળેલું આત્મજ્ઞાન યાદ આવી ગયું.
શિવાજીમાં વીરતાના સંસ્કારો નાનપણમાં સાંભળેલ વીરતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com