________________
ગ્રહણ કરી લીધું હતું અને ગીતા, ઉપનિષદો તેમ જ વેદો ઉપર ભાષ્ય રચી કાઢયાં હતાં.
શ્રીમદ્ રાજચંદ્રજીએ નવેક વર્ષની ઉંમરે મેક્ષમાળા જે ઉત્તમ ગ્રંથ લખ્યો હતો. તેમ જ નાનપણથી જ તેઓ કાવ્યો ચચવા લાગ્યા હતા. તેત્રીસમે વર્ષે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેઓ આટલું બધું કયારે ભણ્યા? ત્યારે માનવું પડશે કે સ્મૃતિને સંબંધ જન્મે છે. એવી જ રીતે ઘણાં ભકતોને અક્ષરજ્ઞાન ન હોવા છતાં તેમણે કાવ્યો રચ્યાં છે; ભજન બનાવ્યાં છે અને તેમાં અદ્ભુત કાવ્ય તત્ત્વની સાથે ગેયતાની ક્ષમતા છે.
તનિસર્ગાદધિગમાવા એટલે કે સમ્યકદર્શન કે સમ્યકજ્ઞાન નિસર્ગથી અથવા બીજાના નિમિત્તે કે પ્રેરણાથી થાય છે. જૈનશાસ્ત્ર ભગવતીસૂત્રમાં બતાવવામાં આવ્યું છે પરભવમાં-પૂર્વ જન્મમાં ઉપાર્જિત જ્ઞાન, બીજા જન્મમાં યાદ રહી શકે છે. આ ભવનું તો યાદ રહે જ છે.
આને અર્થ એ છે કે કેટલાક માણસોમાં જે અપૂર્વ જ્ઞાન જેવા માં આવે છે કે ધર્મશાસ્ત્રો કે ગ્રંથોના પાઠોની સ્મૃતિ તેમને થઈ આવે છે. અથવા અન્ય ભાષામાં બોલી શકે છે તેનું કારણ પૂર્વોપાર્જિત જ્ઞાન છે. પૂર્વ જન્મમાં મેળવેલ જ્ઞાનનાં બીજ તો અંતરાત્મામાં પડયાં હોય છે. તે નિમિત્ત મળતાં એકાએક ઊભરાઈ આવે છે. જાતિ-સ્મરણ જ્ઞાન (પૂર્વભવો કે જન્મની સ્મૃતિ)ને મૂળ સ્ત્રોત પણ એ જ છે. આ જન્મમાં જેની સ્મૃતિ નિર્મળ થઈ જાય છે; બુદ્ધિનાં આવરણો હટી જાય છે અથવા તો ચિત્ત વૃત્તિઓને નિરોધ થઈ જાય છે તેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. એવી જ રીતે સ્મૃતિને ઉદય પણ જેના મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કે ક્ષય થયો હોય તેને કોઈની પ્રેરણ; બોધ કે શિક્ષણ વગર સહેજે થઈ જાય છે.
નાનું બાળક જગતમાં આવે છે. એકીટશે માને અને આસપાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com