________________
३०
ધર્માધ્યક્ષ
અને ખરેખર, ગાભણી તો શું બધી જ સ્ત્રીઓએ કયારના પોતાનાં
ડાકણા, ખવીસા,
મે ઉપર પંજા ઢાંકી દીધા હતા. કસીમૉદાને તે ઘુવડો અને ભૂતાને સાગરીત જ માનતી.
પરંતુ પુરુષો તે એકદમ હરખમાં આવી ગયા હતા. જહાંના મિત્ર રૉબિન યુસેપેમાં તે કસીમોંદાની પાસે જઈ તેના દેખતાં જ ચાળા કરી હસવા લાગ્યા. કસીમૉદાએ તરત તેને કમરપટેથી પકડી, ઉછાળીને ટોળામાં દૂર ફેકયો –જાણે એક પીછું ખંખેરી નાખ્યું હોય !
કૉપનેાલ તેની પાસે જઈને બાલ્યા, “ પવિત્ર ક્રૂસના સેગંદ ! મેં મારી જિંદગીમાં સુંદરમાં સુંદર કદરૂપાપણું જોયું હોય, તો આજે જ જોયું; તને પૅરીસના તે શું, રેમના પણ પાપ તરીકે ચૂંટી કાઢવા જોઈએ !”
કૉપનાલ હવે તેને પૂછવા લાગ્યો, “ દોસ્ત, હું તને મિજબાની કરાવું — ભલે ગમે તેટલા પૈસા થઈ જાય – બાલ શું ખાવું છે?” કસીમૉદાએ કંઈ જવાબ ન આપ્યો.
ભલા ભાઈ, તું બહેરો છે કે શું?”
કસીમાઁદા ખરખર બહેરા જ હતા. પણ કૉપનાલની આ બધી પૂછપરછથી ચિડાઈ, તેણે તેના સામું જોઈ એવું દાંતિયું કર્યું કે, એ ફૉમિશ રાક્ષસ પણ બીનીને, બુલ-ડૉગ બિલાડી સામેથી ખસી જાય, તે રીતે ખસી ગયા. પાસે ઊભેલી એક બુઢ્ઢીએ કૉપનાલને જણાવ્યું કે, કસીમૉદો બહેરો જ છે.
.
પણ એટલામાં જૉન ફ઼ૉલા સીમૉદાને નજીકથી જોવા માટે થાંભલા ઉપરના પેાતાના આસનેથી ઊતરીને નીચે આવ્યા. તેણે તરત જ કહ્યું, આ તા માતાજીના મંદિરના ધર્માધ્યક્ષ – મારા ભાઈ
66
આર્ચ-ડીકનના ઘંટ વગાડનારો છે!”
“ વાહ! શી અનેાખી ચીજ છે, વારુ ? તે દેખા દે ત્યારે ખબર પડે કે તે ખૂંધિયા છે ! તે ચાલે ત્યારે ખબર પડે કે, તે કમાન-પગા
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International