Book Title: Dharmadhyaksha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 358
________________ ૩૨૧ નાનકડે છેડે ક્યારની નાસી ગઈ. હું બુઠ્ઠી અને કમજોર; મારા હાથમાં એવી જુવાન પઠ્ઠી છોકરી શી રીતે પકડાઈ રહે, વારુ?” - “જુઓ ડોસી, હું ત્રિસ્તાં છું, રાજાજીનો જલ્લાદ! સાચું કહી દો, એ દુરી કઈ બાજુ ભાગી ગઈ છે?” “પેલી તરફ!” ડોસીએ ગમે તે એક દિશા બતાવી દીધી. પણ એક સૈનિકે ત્રિસ્તા તરફ વળીને કહ્યું, “મસિન્યર, તમે એમને પૂછો તો ખરા કે, આ બાકામાં સળિયા હતા તે કેમ કરીને આમ ભાગી ગયા છે? ગઈ કાલ સુધી તો સરસ જૂસના આકારે જડી દીધેલા મેં નજરે જોયા છે.” અરે, એ સળિયા તૂટી ગયે તે એક વરસ થઈ ગયું. એક ગાડું પથરા ભરીને જતું હતું તેમાંથી એક મોટો પથરો ગબડ્યો તે સીધો એ સળિયા ઉપર પડ્યો અને જૂના કટાયેલા સળિયા ભાગી ગયા.” પેલો રસૈનિક દ્વિધામાં પડી ગયો. તે બોલ્યો, “પણ પથરો પડવાથી એ સળિયા ભાગી ગયા હોય, તો સળિયાનાં ઠૂંઠાં અંદરની બાજુએ વળી જાય; પણ આ ઠંઠાં તો બહારની બાજુ વળેલાં છે.” . ત્રિાસ્તાં હવે અકળાયો હતો; તેણે તરત ધમકી આપી, “ડોસી, નું ફાવે તેમ વાતો બનાવે છે! ચાલો, તેને પાએક કલાક રિબામણમાં નાખવા લઈ લો, એટલે તરત સાચી વાત માની લેશે.” - પેલી ડોસી તરત રાજી થતી બોલી ઊઠી, “હા, હા, ચાલ, મને રિબામણમાં જેમ પીલવી હોય તેમ પીલો; હું આવવા તૈયાર છું.” અને મનમાં તે ગણગણી, “દરમ્યાન મારી દીકરી ભાગી જશે!” આ બધી રકઝક ચાલતી હતી, તે સાંભળી એક બુઢ્ઢા જેવો સૈનિક આગળ આવ્યો અને બોલ્યા, મોંસિન્યોર, આ ડોસી ગાંડી થઈ ગઈ છે. બાકી, તે ઇજિશ્યનો ઉપર એવી ચિડાયેલી રહેતી કે, તેના હાથમાંથી તે કોઈ ઇજિશ્યન બાઈને જીવતી છૂટી જવા જ ન દે! આ પંદર વર્ષથી હું રાતે રોજ રોન ફરવા નીકળું છું; અને રોજ . ધ–૨૧ ૧લે જ ભાગી ગયા છે. બીજી વળેલાં છે વી. “ સી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374