________________
કસીમાદોનું લગ્ન
કસમદોએ જયારે જોયું કે, ઍસમરાદાવાળી કોટડી ખાલી છે, અને પોતે એને બચાવવા માટે લડી રહ્યો હતો, તે દરમ્યાન તેનું અપહરણ થઈ ગયું છે, ત્યારે તેણે પોતાનું માથું જોરથી પોતાના હાથ વચ્ચે દબાવી દીધું અને પોતાના પગ ચીડમાં ફરસ ઉપર જોરથી પછાડવા માંડયા.
તે જ વખતે રાજાના બાણાવળીઓએ નોત્રદામમાં જિપ્સીછોકરીને પકડવા વિજય-પ્રવેશ કર્યો. કસીમાંદેએ જ તેમને અંદર પેસી ઍસમરાદાને શોધવામાં મદદ કરી. તે બિચારો એમ માનતો હતો કે, ઍસમરાદાના દુશમન તો પેલા ભટકેલો હતા. રાજાજીના જલ્લાદ ત્રિસ્તાને તે સંતાવાની દરેક જગાએ સાથે લઈને ફરી વળ્યો; બધાં ગુપ્ત બારણાં તેને માટે તેણે ખોલી નાખ્યાં, તથા બધી બેવડી ભતા પણ તેણે તપાસી આપી.
ત્રિસ્તાં એ નિષ્ફળ તપાસથી થાક્યો, તો પણ કસીમૉદેએ એકલાએ પોતાની તપાસ જારી રાખી; અને થોડી વારમાં તો તેણે આખા મંદિરને એક છેડેથી બીજે છેડે અને ટેચથી તળિયા સુધી વીસ વખત, અરે સો વખત તળે-ઉપર કરી નાખ્યું.
પછી જ્યારે તેને ખાતરી થઈ કે, સમરાદા એ મંદિરમાં તો કોઈ જ ઠેકાણે નથી, ત્યારે તે ટાવર ઉપર ચડી ગયો. આખું મંદિર હવે નિર્જન બની ગયું હતું. સૈનિકો પેલીની શોધમાં શહેર તરક દેરી ગયા હતા.
- ૩૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org