Book Title: Dharmadhyaksha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 366
________________ કસીનું થોડી જ વારમાં તેના હાથ જૂઠા પડી જતાં તે ત્યાંથી નીચે પડવા માંડયો. પણ નેત્રદામ જેવાં મંદિરોનાં બાંધકામો સીધી સટ ભતિ રૂપે હોતાં જ નથી; એટલે વચ્ચે વચ્ચે આગળ ધસતી આવતી છતો-કિનારીઓ-કાંગરાઓ ઉપર અફળા અને ગબડતો જ્યારે તે નીચેની ફરસ ઉપર ધબાક દઈને પછડાયો, ત્યારે તેનામાં ચેતન રહ્યું ન હતું. કસીમૉદોએ માત્ર તેને નીચે પડતે જોવા પૂરની આંખ ફાંસીના માંચડા ઉપરથી ખસેડી હતી – પછી પાછી તેણે પિતાની નજર પેલા માંચડા ઉપર જ ચોટાડી દીધી હતી. એ નજર સિવાય તેના આખા શરીરમાં કયાંય બીજે જરા પણ ચેતન રહ્યું લાગતું ન હતું. તે દિવસે સાંજના જ્યારે બિશપના અદાલતી અમલદારો ધર્માધ્યક્ષના મડદાને ખસેડવા માટે આવ્યા, ત્યારે કસીમૉદો નોદામમાંથી અલોપ થઈ ગયો હતો. ધર્માધ્યક્ષની કીમિયાવિદ્યાની સાધના અને સંતાનના અવતાર સમા કસીમૉદો જેવાને પોતાના સાગરીત તરીકે રાખો – એ બે બાબતોથી લોકોમાં તેની વિરુદ્ધ અમુક વિરોધી લાગણી પ્રચલિત જ હતી. તેમાં વળી, નેત્રદામમાંથી બંને જણા એકીસાથે વિદાય થયા, તેનો અર્થ લોકોએ એવો ઘટાવ્યો કે, કસીમૉદે પોતે દેહધારી સેતાન જ હેઈ, કલૉદ ફૉલોના જીવાત્માને પાછો લઈ ગયો છે; અને તેણે અંદરની મજ ખાવા વાંદરું જેમ ઉપરનું કોટલું તોડી નાખે, તેમ કલૉદ ફ્રોલનો આત્મા કાઢી લેવા તેના શરીરના કોટલાને અફાળીને તોડી નાખ્યું છે! પરિણામે ધર્માધ્યક્ષના મડદાને પવિત્ર ભૂમિમાં દાટવામાં ન આવ્યું. પછીને વર્ષે, એટલે કે ૧૪૮૩ના ઓગસ્ટમાં રાજા લૂઈ મરણ પામે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374