Book Title: Dharmadhyaksha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 368
________________ કસીમાદાનું લગ્ન હાડપિંજર સ્ત્રીનું હતું, અને તેના ગળામાં લીલા રંગનાં કીડિયાંની માળા વચ્ચે એક રેશમી કોથળી જેવું કશુંક બાંધેલું હતું. કબ્રસ્તાનવાળાએ એ બધી ચીજો કિંમત વિનાની ગણીને કદાચ રહેવા દીધી. હતી. એ સ્ત્રીના હાડપિંજરને વળગેલું બીજું હાડપિંજર પુરુષનું હતું. એની કરોડરજ્જુ બહુ વાંકી હતી, અને તેનું માથું બે ખભા વચ્ચે. બહુ અંદર પેઠેલું હતું. તેને એક પગ બીજા કરતાં બહુ ટૂંકો હતા. તે પુરુષ પેલા સ્ત્રીના હાડપિંજરને બહારથી જીવતા આવીને જ વળગ્યા હોય, અને એ સ્થિતિમાં મરી ગયા હોય, એમ લાગતું હતું. કારણકે, એના હાડપિંજરને બીજી કશી ઈજા થયેલી કયાંય દેખાતી ન હતી. પેલાએ એના હાડપિજરને પેલી સ્ત્રીના હાડપિંજરથી છૂટું પાડવા પ્રયત્ન કર્યો, તેની સાથે જ તે માટી થઈને નીચે ખરી પડયું. Jain Education International ૩૩૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374