________________
કસીમાદાનું લગ્ન
હાડપિંજર સ્ત્રીનું હતું, અને તેના ગળામાં લીલા રંગનાં કીડિયાંની માળા વચ્ચે એક રેશમી કોથળી જેવું કશુંક બાંધેલું હતું. કબ્રસ્તાનવાળાએ એ બધી ચીજો કિંમત વિનાની ગણીને કદાચ રહેવા દીધી. હતી. એ સ્ત્રીના હાડપિંજરને વળગેલું બીજું હાડપિંજર પુરુષનું હતું. એની કરોડરજ્જુ બહુ વાંકી હતી, અને તેનું માથું બે ખભા વચ્ચે. બહુ અંદર પેઠેલું હતું. તેને એક પગ બીજા કરતાં બહુ ટૂંકો હતા. તે પુરુષ પેલા સ્ત્રીના હાડપિંજરને બહારથી જીવતા આવીને જ વળગ્યા હોય, અને એ સ્થિતિમાં મરી ગયા હોય, એમ લાગતું હતું. કારણકે, એના હાડપિંજરને બીજી કશી ઈજા થયેલી કયાંય દેખાતી ન હતી.
પેલાએ એના હાડપિજરને પેલી સ્ત્રીના હાડપિંજરથી છૂટું પાડવા પ્રયત્ન કર્યો, તેની સાથે જ તે માટી થઈને નીચે ખરી પડયું.
Jain Education International
૩૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org