________________
ધર્માધ્યક્ષ પાયરી ગ્રિગોર જાલીને બચાવી શક્યો. તેણે હવે પોતાની લેખનપ્રવૃત્તિ ફરીથી શરૂ કરી. જુદાં જુદાં વિજ્ઞાનમાં ગોતાં લગાવ્યા પછી, તે કરુણાન્ત નાટકો લખવામાં પડ્યો. અને તેની સારી કદર થઈ.
ફેબસ દ શૈતપરના જીવનનો કરુણ અન આવ્યો. તે ફ્લર-દ-લી સાથે પરણી ગયો.
ઍસમરાદાને ફાંસી દીધા પછી, તે રાતે તેના શરીરને માંચડેથી ઉતારી, રિવાજ મુજબ મૉટ ફોકનના કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યું. તે કબ્રસ્તાન પ્રચલિત અર્થનું કબ્રસ્તાન ન હતું. પૅરીસની દીવાલથી થોડે દૂર આવેલી ચાકના પથ્થરની ટેકરીની ટોચ ઉપર પંદર ફૂટ ઊંચો, ૩૦ ફૂટ પહોળો અને ૪૦ ફૂટ લાંબો એક ચોતરો હતો. તેના ઉપર ૩૦ ફૂટ ઊંચા એવા ૧૬ મેટા પથ્થર-સ્તંભે ખડા કરવામાં આવ્યા હતા. તેમની ટોચ ઉપર નાખેલા જંગી પાટડાઓ ઉપરથી થોડે થોડે અંતરે અનેક સાંકળે લટકાવેલી હતી. સાંકળોને છેડે કેટલાંય હાડપિંજરો લટકતાં હતાં. ઍસમરાદાના મડદાને પણ એ કબ્રસ્તાનની એક સાંકળને છેડે ભરવી દેવામાં આવ્યું. મૃત્યુ બાદ પણ જેમના મડદાને કબરની ચિરનિદ્રાની શાંતિ બક્ષવાની ન હોય, તેવાંઓનાં મડદાંને આમ ખુલ્લાં ટિંગાવી દેવામાં આવતાં, જેથી તેઓ હવામાં અફળાતાં ટિચાતાં જ જ રહે !
આ ઇતિહાસ જે વિગતો આગળ પૂરો થાય છે, ત્યાર બાદ દોઢ-બે વર્ષ બાદ, લૂઈ-૧૧ના માનીતા હજામને ફાંસી દઈને તેના મડદાને મોંટ ફોકનના કબ્રસ્તાનમાં જ ટિંગાવી દેવામાં આવ્યું. પણ બે દિવસ બાદ રાજા ચાર્લ્સના – ૮ માએ તેના મડદાને માફી બક્ષીને સારી કબરમાં પોઢાડી દેવા હુકમ કર્યો, ત્યારે તેના મડદાની શોધખોળ એ બ્રસ્તાનમાં ચાલી. તે વખતે સાંકળની નીચે લટકતાં એ હાડપિંજરોમાં એક હાડપિંજર વિચિત્ર સ્થિતિમાં નજરે પડ્યું. સાંકળે લટકવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org