________________
૩ર૪
ધર્માધ્યક્ષ
નાખી દીધા. અચાનક ડોસી સળવળી અને પેાતાની દીકરીને ચુંબન કરવા લાગી. તે વખતે જલ્લાદે લાગ જોઈ, આંચકો મારીને એંસમરાલ્દાને તેની માની પકડમાંથી ખેંચી લીધી અને તેને ખભે નાખી, દોડતાકને તે માંચડાની નિસરણી ચઢવા લાગ્યો. ડોસી તેને ઍસમરાલ્દાને લઈ જતા જોઈ, છેવટનું જોર કરીને ઊભી થઈ અને મેાટી ચીસ પાડી નિસરણી તરફ દોડી.
તેના હાથમાં પેલાના પગ આવી ગયા. તેણે તેને સખત રીતે પકડી એવું જોરથી બચકું ભર્યું કે પેલા જાણે મરતી વખતની કારમી ચીસ પાડી ઊઠયો.
-
એકદમ સૈનિકો તેની મદદે દોડયા. તેઓએ ડોસીને જોરથી ખેંચીને દૂર ફગાવી – કારણ કે તેઓને પણ તેનાં એક-બે લવૂરિયાંને સવાદ ચાખવા મળ્યા હતા. ડોસી આ વખતે એટલા જોરથી ફેંકાઈ કે જમીન ઉપર પડતાંની સાથે તેનું માથું ધબાક લઈને ફાટી ગયું. ડોસી પેાતાની પુત્રીને ફાંસીએ લટકતી જોવા જીવતી ન રહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org