________________
કલીદ ફાલાના વ્યાસંગા
૧
ઈ.
સ. ૧૪૮૨માં કસીમૉદા વીસેક વર્ષની ઉંમરના થયા તે વખતે કલાદ ફ઼ૉલાની ઉંમર આશરે છત્રીસ વર્ષની હતી. એક માટે થતા હતા, બીજા ઘરડો થતા જતા હતા.
લૉદ ફ઼ૉલા હવે વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થી અર્થાત્ સ્વપ્નાં સેવતા ફિલસૂફ, કે જે ઘણી વસ્તુઓ જાણતા હાય અને ઘણી વસ્તુ થી અજ્ઞાત હાય, – એવા સીધાસાદો યુવક રહ્યો ન હતો. હવે તો તે કઠોર, ગમગીન. તપસ્વી પણ બન્યા હતે — બિશપના બીજો મદદનીશ આર્ચ-ડીકન – અર્થાત્ ધર્માધ્યક્ષ, — જેના હાથ નીચે બે મઠ, અને એકસે વાતેર ગ્રામ-વિસ્તારના પાદરી હતા.
--
તે ગંભીર અને પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા પુરુષ બન્યો હતો, જેની આગળ હાજર થતાં ભલભલા કર્મચારીઓ ધ્રૂજી ઊઠતા. નેત્રદામ મંદિરની વિશાળ ઉત્તુંગ કમાનો નીચે જ્યારે તે અદબ વાળીને માં જમીન તરફ ઢળેલું રાખી મનન ચિંતન કરતાં કરતાં ચંક્રમણ કરતા, ત્યારે તેનું ટાલિયું વિશાળ કપાળ જ તગતગી રહેલું નજરે પડતું.
પરંતુ કલૉદ ફ઼ૉલાએ હજુ વિજ્ઞાન કે પેાતાના નાના ભાઈની કેળવણી, એ બંને જીવન-વ્યાસંગા જેવા ને તેવા કાયમ રાખ્યા હતા, - જોકે, એ બીજી બાબતમાં હવે કલૉદ ફ઼ૉલાને થોડીક નિરાશા સાંપડવા લાગી હતી. કારણ કે, તેમના નાના ભાઈ જેહાં ફ઼ૉલા – જેનું બીજું ઉપનામ પેલી દાંટી-મિલને સ્થળે ધાવ-મા પાસે નાનપણમાં તેને રાખવામાં આવ્યો
૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org