________________
ઉંદર-ખાનું “ના, ના, તેને તે મોં શ્યોર આર્ચબિશપે પોતાના રક્ષણ હેઠળ લઈ, તેમાંથી પેલા ખવ્વીસને હાંકી કાઢ્યું; પછી તેને આશીર્વાદ આપીને શુદ્ધ કરી, કોઈ દત્તક લઈ જાય તે હેતુથી, નેત્રદામના અનાથ બાળકોના ખાટલામાં ખુલ્લો મૂકવા પૅરીસ મોકલી આપ્યો.”
“આ બિશપ લોકોને પણ શું કહેવું? એ લોકો દરેક સીધી સાદી બાબતમાં કંઈક પંચાત જ ઊભી કરવાના. પણ નેત્રદામના ખાટલામાંથીય એ ખવીસ જેવા છોકરાને કોણ પાળવા પોષવા લઈ ગયું હશે?” મને એ વાતની આગળ કશી ખબર નથી.”
- ૩ આમ વાતો કરતાં કરતાં તે ત્રણે બાનુ લાસ દ ગ્રેવેમાં આવી પહોંચી. પણ વાતમાં ને વાતમાં તેઓ તુર રોલાંના જાહેર પાઠ-ઘરને વટાવીને આગળ પિલરી તરફ ચાલી આવી હતી. અને પિલરીની સજા થતી જોવામાં એ લોકો પેલા ઉદર-ખાનાની વાત છેક જ ભૂલી ગયાં હેત; પણ એટલામાં પેલી ગ્રામ-ગોરીના છોકરાએ મને પૂછયું, “મા, ત્યારે આ કેક હું ખાઈ જાઉં ?”
તરત તેની માને યાદ આવ્યું, “અરે, આપણે પેલાં તપસ્વિનીને આ કેક આપવાનું ભૂલી જ ગયાં ને કંઈ?” મને એ ઉંદર-ખાનું કયાં આવ્યું તે કહો એટલે હું આ કેક ત્યાં મુકી આવું.”
ચાલ, આપણે બધાં સાથે જ ત્યાં જઈએ.” પેલા જાડિયા છોકરાને એ વાત મુદલ પસંદ ન આવી.
ત્રણે જણીઓ તુર રોલાં પાસે પહોંચી એટલે બીજીએ બાકીની બેને કહ્યું, “આપણે ત્રણે એકસાથે બાકામાંથી ડોકિયું કરવા જઈશું, તો સાશેત નકામી ભડકશે. એટલે તમે બે જણ પાઠ-ઘરમાં જઈ થોડો પાઠ કરી આવો, એટલામાં હું પહેલી એ બારીમાં ડોકિયું કરી લઉં. સાત મને થોડી ઘણી ઓળખે પણ છે. પછી હું તમને બોલાવું, ત્યારે તમે આવી પહોંચજો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org