________________
આવતી કાલે નક્કી !
૨૭૩
..
ત્રણ ગ્રંથે, એમ ઘણું ઘણું છે. ઍનકઝેગરસ કહેતા કે, દુનિયામાં તે સૂર્યનાં ગુણગાન ગાવા જ આવ્યા છે. ઉપરાંત, મને એક પ્રતિભાશાળી મહાપ્રજ્ઞ પુરુષની સેાબતમાં સવારથી માંડીને સાંજ સુધી રહેવાનું મળે છે, એ સૌથી ઉત્તમ લાભ છે: – એ મહાપ્રજ્ઞ એટલે હું પોતે!” પણ એ બધા લાભા અને પરમ લાભા તમે ભાગવી શકો છો, તે કોને પ્રતાપે? તે દિવસે તેણે તમને પરણવાનું કબૂલ કરી બચાવી લીધા ન હાત, તે એ બધાં હવા-પાણી-આકાશ-સ્થાપત્ય-અને-તમારાજેવા-મહાપ્રશની-સેાબત – ખતમ જ થઈ ગયાં હાત ને? તે અત્યાર સુધી એ પરમ લાભા તમે જેને કારણે ભાગવી શકયા, તેની જિંદગી બચાવવાને વારો આવ્યા, ત્યારે તમે પાછા પડશેા? એક જિપ્સી છોકરી જેટલું કરી શકી, એટલું પણ તમે નહિ કરી શકે ? શરમ છે, તમને !
39
ભલે, હું એ વિચિત્ર
ચડાવે ! મારો
“તમે બહુ જુસ્સાદાર દલીલ કરી શકો છે; તે બાબતને વિચાર કરીશ. જોકે, તમે સૂચવેલા ઉપાય ભારે છે, પરંતુ, કોણ કહી શકે? મને તેએ ફાંસીએ ન પણ ઘાઘરો જોઈને તેઓ હસી પણ પડે! અને માને કે તેઓ મને ફાંસીએ લટકાવે પણ; તેય શું બગડી ગયું ? એ તે અમારા મધ્યમસરના સિદ્ધાંત પ્રમાણે સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનું અધ્ધર લટકતું મેાત જ કહેવાય —જે અમને મંજૂર જ હોવું જોઈએ
""
“તા તમને મારો ઉપાય કબૂલ-મંજૂર છે?”
પેલા ફિલસૂફ જવાબ આપવાને બદલે બબડવા માંડયો – “ અને મૃત્યુ પણ છેવટે શી ચીજ છે? એક અણગમતી ક્ષણ છે–એક ઝાંપલી છે — જે ઓળંગીએ એટલે લઘુતામાંથી શૂન્યમાં ચાલ્યા જવાય ! કોઈએ મૅગાલાપોલિસના સરસીડાસને પૂછ્યું કે, મૃત્યુને ભેટતાં તમને આનંદ થાય કે કેમ ? તે તેણે જવાબ આપ્યો – ‘કેમ નહિ વારુ ? મૃત્યુ પછી હું મહાપુરુષોની ભેગા થઈ શકીશ, જેમનાં ગુણગાન મેં સાંભળ્યાં છે, પણ જેમને મેં નજરે જોયા નથી. જેમ કે, ફિલસૂફોમાં પાયથેગારસને
૧-૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org