________________
૩ ૦૫
સંકેત શબ્દ ટયુનિસનો રાજવી પોતાના જંગી દાતરડા સાથે ઘાસના ખેતરમાં ઘૂમતો હોય તેમ ઘૂમવા લાગ્યો. તે જાણે ભાનમાં જ ન હતો – તેના એ વિકરાળ હુમલા સામે શસ્ત્રધારી અને શિસ્તબદ્ધ ઘોડેસવારો પણ ખમચાઈને ઊભા રહ્યા. છેવટે બંદૂકની એક ગોળીએ તેને સુવાડી દીધો.
દરમ્યાન હવે મકાનોની બારી ઉઘડી ગઈ હતી, અને રાજાજીના લશ્કરનાં માણસો જોઈને મકાનવાળાઓએ પણ ઉપર રહ્યાં રહ્યાં પેલા ભટકેલો ઉપર બંદૂકો તાકવા માંડી. આખો ભાગ થોડા વખતમાં માડાથી ભરાઈ ગયો; અને જમીન ઉપર થઈને તે રીતસર લોહીની નદી જ વહેવા લાગી.
છેવટે ભટકેલોમાં ભંગાણ પડ્યું. જે જીવતા રહ્યા હતા તે હવે જીવ લઈને નાસવા લાગ્યા.
કસીમોદી અત્યાર સુધી એકલે હાથે કારમી લડત આપી રહ્યો હતે; તેણે હવે લડાઈ પૂરી થતાં, ઘૂંટણિયે પડી, આકાશ તરફ હાથ ઊંચા કરી, પરમાત્માનો આભાર માન્યો. પછી આનંદથી લગભગ ઊભરાતો તે હવે ઍસમરાહદાની રી તરફ દોડયો. જેને પોતે બીજી વખત બચાવી હતી, તેની સમક્ષ જઈને ઘૂંટણિયે પડવાનો, અને જાગી હોય અને ગભરાઈ હોય, તો ભય દૂર થયાના સમાચાર આપી તેને શાંત પાડવાને તેને વિચાર હતો.
પરંતુ જ્યારે તે એની ઓરડીમાં દાખલ થયો, ત્યારે તેને માલૂમ પડ્યું કે, રડી ખાલી હતી!
ધ-૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org