Book Title: Dharmadhyaksha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 353
________________ ધર્માધ્યક્ષ તમે પણ એનો કોઈ અવશેષ લઈને જ મન મનાવ્યા કરજો ! હું પતુ મારી દીકરીને નાનકડો જોડે જ છાતીએ દબાવ્યા કરું છું ને? -મારી દીકરીને એટલો જ અવશેષ મારી પાસે બાકી રહ્યો છે. તેની જોડનો બીજો જોડો ક્યાં છે, એટલું પણ જો તું બતાવે, તો હું દુનિયાને છેડે એ લઈ આવવા દોડી જાઉં!” એટલું કહી, તેણે બીજો હાથ લાબો કરી નીચે પડેલો જોડો ઉપાડી આપ્યો અને સમરાહદાને બતાવ્યો. તરત જ ઍસમરાદા ચકીને બોલી ઊઠી, “થોભે! થોભો! મને એ જોડો જોવા દો ! હે ભગવાન! હે ભગવાન!” એટલું કહેતાંમાં તો તેણે પોતાના છૂટા રહેલા બીજા હાથે પોતાના -ગળામાંથી એક નાનકડા જોડે કાઢયો. તેની સાથે જ પેલી ડોસી બૂમ પાડી ઊઠી – “મારી દીકરી! મારી લાડકી !” સમરાદાએ કાઢેલા જોડાની સાથે એક નાનકડી ચિઠ્ઠી જેવું બાંધેલું હતું, – તેના ઉપર નીચેનું લખાણ હતું – જ્યારે આના જેવો બીજો જોડો તું નજરે જોશે, ત્યારે તારી માએ તને ગળે વળગાડી હશે. ” વીજળીના ચમકારાની ઝડપે પેલી ડોસીએ બંને જોડા સરખાવી જોયા અને પેલો લેખ વાંચી લીધો. પછી પોતાનું મોં પેલી બારી પાસે લવાય તેટલું લાવીને તે બોલી – “મારી દીકરી! મારી લાડકી !” “મા, મારી મા !” એસમરાદા પણ ડૂસકે ડૂસકે રૂંધાતી બોલી. આગળનું વર્ણન કરવું અમારે માટે અશક્ય છે. એ બંને વચ્ચે ભીંત અને ફ્રેસ આકારના ચોકડીદાર સળિયા હતા. અરેરે! આ ભીંતને શું કરું? મારી દીકરી મને મળી, છતાં મારાથી ગળે લગાડાતી નથી! બેટી, તારો હાથ મને આપ! તારો હાથ મને આપ !” . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374