________________
ધર્માધ્યક્ષ નહિ અને તેને જોઈને જ શાથી હું આખે શરીરે થથરી ઊઠતી, તે હવે મને સમજાય છે – માત્ર હું મૂરખી તેનો ઊધો અર્થ સમજતી હતી, એટલું જ. મારી એની, મને ક્ષમા કર! તું મને બહુ અદેખી બાઈ ગણતી હોઈશ, નહિ? પણ તારા ગળા ઉપરની પેલી નિશાની હજુ છે? મને જવા દે જોઉં....... ઓહો, આ રહી એ નિશાની! તું કેવી ફૂટડી બની છે? મને ચુંબન કર જોઉં! બીજાં છોકરાંની માતાઓ હવે અહીં આવીને જુએ તો ખરી – મારી દીકરી કેવી ફૂટડી છે તે !”
આમ બોલતી બોલતી તે વારંવાર પોતાની દીકરીને આખે શરીરે હાથ ફેરવવા લાગી અને તેનાં વખાણ કરવા લાગી. ઍસમરાદાએ તેને જેમ ફાવે તેમ કરવા દીધું - વચ્ચે વચ્ચે તે હૃદયના ભાવપૂર્વક ધીમેથી, “મારી મા, મારી મા,’ એટલા શબ્દો જ બોલ્યા કરતી.
વચ્ચે માને ઊભરો શાંત પડ્યો, તે વખતે અસમરાદાએ તેને કહ્યું, “મા, જિપ્સી લોકોમાં એક બુટ્ટી ડોસી હતી, તે ગયે વરસે જ મરી ગઈ. તે મારી બહુ સંભાળ લેતી. તેણે આ જોડાવાનું માદળિયું મારા ગળામાં બાંધ્યું હતું. તે મને વારંવાર કહ્યા કરતી, “દીકરી, આ માદળિયું બરાબર સાચવી રાખજે; એ તો તારો ખજાનો છે. તારી મા સાથે એ તારો ભેટો ફરીથી કરાવશે. આ માદળિયું નથી, પણ તારી સગી મા જ છે, એમ માની રાખજે.’ તેણે એવું ભવિષ્ય ભાખ્યું હતું, અને એવું જ બન્યું!”
પણ એટલામાં એ નાનકડી કોટડી દૂરથી આવતા ઘોડાના દાલડાઓના અવાજથી અને હથિયારોના ખણખણાટથી જાણે ધણધણી ઉઠી.
સમરાદા તરત બધી પરિસ્થિતિ સમજી ગઈ. તે તરત પોતાની માને ગળે વળગી પડીને બોલી, “મા, મા, મને બચાવો! એ લોકો મને પકડવા આવે છે!”
તપસ્વિની મડદા જેવી ફીકી પડી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org