________________
નાનકડે જોડે
૩૧૧ છે, એ તું નજરે જોઈ શકે છે. ચારે તરફ તેઓ તારું નામ દઈ દઈને તપાસ કરી રહ્યા છે.
હવે આગળ સાંભળ: હું તને ચાહું છું. તું મને ધિક્કારે છે, એ શબ્દો મને સંભળાવવાની જરૂર નથી. મારે એ શબ્દો તારે મોંએથી હવે ફરી પાછા સાંભળવા નથી. હું તને બચાવીને અહીં લઈ આવ્યો છું, તે તારી વાત સાંભળવા નહીં, પણ મારી વાત તને સંભળાવવા. બધી તૈયારી મેં કરી લીધી છે – હવે તું ‘હા’ કહે એટલી જ વાર છે. તારે આ માંચડા વચ્ચે અને મારી વચ્ચે પસંદગી કરવાની છે. ત્રીજી કોઈ વાતનું નામ સરખું લેવાનું નથી.
હું રાત અને દિવસ તને યાદ કરી કરીને જ તડપ્યા કરું છું. મારાથી એ તડપાટ હવે લાંબે વખત સહન થઈ શકે તેમ નથી. તું જો જીવતી હોય તે તને મેળવીને કે પછી આ પૃથ્વી ઉપર તું જીવતી ન હોય તો જ મારો એ તલપાટ શાંત પડે તેમ છે. અને પુરુષ સ્ત્રીને ચાહે એમાં અસાધારણ જેવું શું છે? તું મારી ઉપર કદી દયા નહિ કરે? મારો આ લોક, મારો પરલોક બધું જ મેં તારી પાછળ ન્યોછાવર કરી દીધું છે.
“પરંતુ શું તે મારી સામે નજર કરવા પણ તૈયાર નથી. નું બીજા જ કોઈનું ચિંતન કર્યા કરે છે. પણ મેં પહેલાં કહ્યું તેમ તે અફસરનું નામ મારી આગળ કદી જીભે ન લાવતી. હું અત્યારે તારે ઘૂંટણિયે પડું છું. હું નાના બાળકની પેઠે તારી આગળ રડીને મારું દુ:ખ વ્યક્ત કરું છું. તું બીજા સૌને સહન કરી શકે છે – કસી દે જેવા વિકરાળ ખવ્વીસને, ચિંગાર જેવા નાલાયક બબૂચકને, અને પેલા – જેવા ભ્રષ્ટ વ્યભિચારી અફસરને; તો એકલા મારા ઉપર જ તારી આટલી ખફામરજી શાથી છે?”
આટલું બોલતાં બોલતાંમાં તો તે ઘૂંટણિયે પડી ડૂસકે ચડી રડવા જ લાગી ગયો. થોડોક ડૂમો ઓછો થયા પછી તેણે હળવે અવાજે આજીજીપૂર્વક કહેવા માંડયું, “તું મને સ્વીકારવા ના પાડીને તારી જાતને તથા મને પોતાને – એમ બંને જણને મોતની સજા કરી રહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org