________________
૪૦
ધર્માધ્યક્ષ બધાંને જરા સરખે અવાજ કર્યા વિના – ગુપચુપ – પૅરીસ તો આગેકૂચ કરવાનો હુકમ થયો.
એ રાતે કસીમૉદો ઊંધ્યો ન હતો. તે હમણાં જ રાબેતા મુજબ આખા મંદિરની આસપાસ છેલ્લો ફેરો મારી આવ્યો હતો. જ્યારે તે દરવાજો બંધ કરતો હતો અને આગળા ચડાવી તાળું લગાવતો હતો. ત્યારે ત્યાં થઈને પસાર થતા આર્ચ-ડીકને તેને કાળજીથી બધું બંધ કરતો જોઈ, મોં બગાડ્યું હતું.
ધર્માધ્યક્ષ પેલી રાતના બનાવ પછી, કસીમૉદો પ્રત્યે બહુ કઠોરતાથી વર્તતા, તથા તેને અવારનવાર ખૂબ મારતા પણ ખરા. પરંતુ કશાથી કસીૉદોની તેમની પ્રત્યેની આજ્ઞાંકિતતા, તથા તેમના પ્રત્યેનો ભાવભક્તિ જરાય ઓછાં થયાં ન હતાં. કશું ન સમજાવાથી, તે બિચારો મૂંગી કરુણ નજરે તેમના તરફ જોઈ રહે.
તે રાતે પોતાની ભુલાયેલી ઘંટા ઉપર એક નજર નાખી લઈ, ઓતરાતા ટાવર ઉપર જઈ, પોતાના ચોરફાનસનું ઢાંકણું બંધ કરી કિસીમૉદ આખી પૅરીસ નગરી ઉપર નજર કરવા લાગ્યો. રાત અંધાર હતી, અને તે જમાનામાં રાતે જાહેર દીવાબત્તી જેવું કાંઈ હોતું નહિ, એટલે આખું નગર જાણે કાળા કાળા આકારોનો ઢગલે હોય તેવું જે ટાવર ઉપરથી દેખાતું હતું.
અત્યારે તેના મનમાં કંઈક અકારણ મૂંઝવણ જેવું ગોટાતું હતું. છેલ્લા કેટલાય દિવસશી મંદિરની આસપાસ તેણે કેટલાય શંકાશીલ ઓળાઓ રાતને વખતે ભટકતા જોયા હતા. તેઓ બધા અસમરાદાની કોટડી તરફ જ તાકી રહેતા જણાતા. તેને એવો ડર લાગવા માંડ્યો હતો કે, સમરાહદાને તેના આ આશ્રય-ધામમાંથી ઉપાડી જવાનું જ કંઈક કાવતરું રચાય છે. તેથી વિશ્વાસુ કૂતરાની જેમ, પેરીસ તરફ નજર રાખી, સાવચેત થઈને તે જાગતે બેસી રહ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org