________________
ધર્માધ્યક્ષ અંદરથી દરવાજાનો આગળો ઉઘાડી નાખવા દોડયો. પણ કસીમોદીએ આવતી વખતે એ બારણું બંધ કરી દીધું હતું એટલે હવે નિસરણીવાળાઓનું પત્યા પછી પોતાને જ વારો આવશે એમ માની, તેણે ધનુષ્ય ઉપર બાણ ચડાવી, કસીમૉદોની બાકી રહેલી એક આંખ ઉપર તાકીને છોડ્યું. કસીમૉદો જલદી એક બાજુ નમી ગયો, એટલે તે બાણ આંખને બદલે તેના હાથમાં પેસી ગયું.
કસીમએ કાંટો વાગ્યો હોય એ રીતે એ બાણ ખેંચી કાઢયું, પછી તેણે સીધો જૉન ફ્રૉલો ઉપર કૂદકો માર્યો અને તેનો એક હાથ અને એક પગ પકડી, તેને ગૅલરીની બહાર છૂટો ફગાવ્યો. કસીમોદીના હાથમાં ઘા થયો હોવાથી કે કોણ જાણે, જોન ફૉલો પૂરતા જોરથી ફગાવાયો નહીં, એટલે નીચે ઊભેલા ટોળા ઉપર પડવાને બદલે તે વચ્ચેની કોઈ ગૅલરીની કિનાર કે કોતરકામ ઉપર ટિચાઈને ભરાઈને કપડાનું ચીથરે લટકે એમ લટકી રહ્યો – કેડીએથી ભાગી ગયેલો અને ખોપરી વિનાનો!
એ જોઈ, ટયુનિસના રાજવીએ હાકલ કરી કે –
હુમલો શરૂ કરી દો! ગમે તે થાય, હવે આપણા દોસ્તનો બદલો લેવો જ રહ્યો !”
અને એ ભૂતાવળ કયાં ક્યાંથી નિસરણીઓ ભેગી કરી લાવી, દરડાં લઈ આવી, અને શી રીતે ભીંત ઉપર ચડી ચડીને મંદિરની છત ઉપર કીડીઓની પેઠે ચડી ગઈ, તેનું વર્ણન કરવું અશક્ય છે. એ બૂમાબૂમ અને મંદિર ઉપર સળગતા લાકડાંના પ્રકાશ પી લગભગ આખું પૅરીસ શહેર જાગી ઊઠ્યું.
| કસીમૉદો આ લોકોને ટોળાબંધ પોતાની ગૈલરી સુધી ઉપર ચડી આવતા જોઈ રહ્યો. હવે તે કોઈ સ્વર્ગીય ચમત્કાર થાય, તો જ એસમરાદા આ લોકોના હાથમાં પડતી બચે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org