________________
૨૯૬
ધર્માધ્યક્ષ તો અત્યારે એટલા બધા હુમલાખોરો સામે મોકલવા માટે આપણી પાસે પૂરતાં માણસો પણ કયાં છે? અને કેટલાં ભેગાં થઈ થઈ શકશે એની કાલે સવારે વાત. અત્યારે કશું નહિ.”
રાજાજીને દાક્તર બિચારો આ સાંભળી ચૂપ થઈ ગયો. પણ તેને કંઈક યાદ આવવાથી તેણે તરત ઉમેર્યું – “સરકાર, રોન ફરનારા એ હુમલાખોરોમાંથી બેએક જણને પકડી લાવ્યા છે, તેમનું શું કરવાનું છે?”
એ લોકોને અહીંયાં અંદર લાવો; પૂછી તે જોઈએ કે, તેમની યોજના શી છે, અને તૈયારીઓ શી છે!”
તરત પેલા બેને અંદર લાવવામાં આવ્યા. રાજાએ તે બેમાંના એકને પૂછયું –
અલ્યા શાનું બંડ ઉપાડયું છે?” “મને ખબર નથી; બધા જતા હતા એટલે હું પણ ગયો.”
“તે હું તમારા માલિક કોટવાળ ઉપર હુમલો કરવા તથા તેમને લૂંટવા નહોતો જતો ?”
“તેઓ ક્યાંક કશુંક કરવા જવાના હતા એટલું જ હું જાણું
છું. એ
“આ તારી સાથેના સંબતીને તું એાળખે છે?” “નાજી, હું તેને ઓળખતા નથી.”
રાજાએ તરત પોતાના જલ્લાદ ત્રિસ્તને “ઘટતું કરવા ” એ માણસ સોંપી દીધો. પછી પેલા બીજા કેદીને તેમણે પૂછયું –
“તારું નામ?”
પાયેરી ગ્રિગોર.” “ધંધો ?” “ફિલસૂફનો, સરકાર.”
“તો પછી તું અમારા મિત્ર મોં શ્યોર કોટવાળના ઘર ઉપર કેમ હુમલો કરવા દોડ્યો હતો?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org