________________
નેત્રદામ ઉ૫ર ચડાઈ
૨૮૭ “પણ તું ભાઈ આ નિસરણીનું શું કરવા માગે છે?”
“અરે મંદિર ઉપર પેલાં પૂતળાં દેખાય છે કે, ફ્રાંસના રાજાની ગૅલરીવાળાં, – ત્યાંથી મંદિરમાં અંદર ઉતરવાનું ઉલાળાવાળું એક બારણું છે. આપણે ત્યાં ચડી જઈએ, એટલે મંદિરમાં સીધા પહોંચ્યા જાણો ! અને અંદર જઈ દરવાજાનો આગળ ઉઘાડી નાખીએ, એટલે બધા સીધા અંદર દાખલ થઈ શકશે !”
તરત સૌમાં નવી આશા અને નવો ઉત્સાહ વ્યાપી ગયાં. ટયુનિસના રાજાએ એ નિસરણી ઉપર ચડી મંદિરમાં પ્રથમ દાખલ થવાનો પોતાનો અધિકાર જાહેર કર્યો. ત્યારે જોન ફ્રૉલોએ કહ્યું, “નિસરણી હું લાવ્યો છું માટે હું જ પહેલો ચડવાનો; તમારે પહેલા ચડવું હોય તો તમારી નિસરણી લઈ આવો!”
જોન ફ્રૉલોએ નિસરણી ભીંતે અમુક જગાએ ટેકવી, ઉપર ચડવા માંડ્યું. તેની પાછળ પાછળ કેટલાય માણસો એ નિસરણી ઉપર ચડવા લાગ્યા. આખી નિસરણી માણસેના જ બનેલા એક ઊંચા દંડા જેવી દેખાવા લાગી.
જોન ફ્રૉલો ઉપર ચડી તરત ઠેકડો મારી ગૅલરીમાં કૂદી પડયો.
સામે જ એક પૂતળા પાછળ ઊભેલા કસીને પોતાની તરફ તાકી રહેલો જોઈ, તે એકદમ ચીસ પાડી ઊઠયો.
કસીમૉદો તેની ચીસ તરફ લક્ષ આપ્યા વિના સીધો પેલી નિસરણીના બે દંડાઓ તરફ કૂદ્યો; અને નિસરણી ઉપરથી બીજે કોઈ ગૅલરીમાં કૂદે, તે પહેલાં તો તેણે એ બે દડા હાથ વડે ઊંચકી એટલા જોરથી સામે ધકેલ્યા કે ઉપર ચડેલાં માણસ સાથે આખી નિસરણી હવામાં એક ક્ષણ વાર અધ્ધર તોળાઈ રહી અને પછી અમળાઈને નીચે તૂટી પડી. એ નિસરણીએ ચડેલા કેટલાના હાથ પગ ભાગ્યા કે, માથાં ફૂટી ગયાં, તે એ લોકો જ જાણે.
નીચે ઉભેલું આખું ટોળું એ જોઈ જડસડ થઈ ગયું.
આણી બાજુ જોન ફ્રૉલો હવે પોતાને પોતાના સાથીદારોથી છૂટો પડી ગયેલો જોઈ, એકદમ તો પેલા બારણામાંથી નીચે દોડી જઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org